ચમત્કારોથી ભરેલા આ મંદિરમાં માતા ખુદ કરે છે અગ્નિથી સ્નાન, જાણો આ અનોખા મંદિરનું રહસ્ય 

આપણા દેશમાં ઘણા મંદિરો છે જેમાં સમય-સમય પર દૈવીય ચમત્કારોના ઘણા પ્રકાર જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે આ ચમત્કારોને લીધે લોકોની ભગવાન તરફ શ્રદ્ધા બની રહે છે.

ઘણી વખત લોકોએ આ ચમત્કારોમાં વિવિધ પ્રકારની શક્તિનો અનુભવ કર્યો છે. આજે એક એવા જ મંદિર વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે સાંભળી તમારું માથું પણ શ્રધ્ધાથી જુકી જશે.

આ ચમત્કાર થાય છે ઈંડાણા માતાના મંદિરમાં જે સલુંમ્બરથી ૨૫ કિલોમીટર દુર છે. કહેવાય છે કે ઈંડાણા માતા મંદિરમાં અગ્નિ થી સ્નાન કરે છે. કહેવાય છે કે જયારે માં પ્રસન્ન થાય છે

ત્યારે આગની લપેટ તેને ઘેરી ળે છે.  ચોકાવનારી વાત તો એ છે કે આ આગ વિકરાળ રૂપ ધારણ કરી ળે છે. તેની લપેટ લગભગ ૨૦ ફૂટ સુધી ફેલાયેલી હોય છે તેમ છતાં માતાનો શૃંગાર એવોને એવો જ રહે છે.

આ ચમત્કારને જોઇને લોકો શ્રદ્ધા થી પોતાનું માથું નમાવી દે છે.  આ બાબતે મંદિરના પૂજારીનું કહેવું છે કે દેવી માં મહિનામાં એક અથવા બે વાર અગ્નિ થી સ્નાન કરે છે,

અને એ દરમિયાન માતાના વસ્ત્રો બળેલા જોવા મળે છે. અને એવું કહેવામાં આવે છે કે માતાએ વસ્ત્રો અગ્નિ માંજ છોડી દીધા છે. એવું પણ કહેવામાં આવે છે કે…

આગના કારણે જ આજ સુધી આ મંદિરનું નિર્માણ હજી સુધી પૂર્ણ નથી થયું. જે ભક્તોની મનોકામના પૂરી થઇ જાય છે તે લોકો અહી ત્રિશુલ ચડાવીને જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer