વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડના સામે કારમી હાર બાદ ટીમ ઇન્ડિયા અને તેના કેપ્ટન વિરાટ કોહલીની ભારે ટીકા થઈ રહી છે. વિરાટ કોહલીની કપ્તાની હેઠળ, ભારતને 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019 વર્લ્ડ કપ પછી સતત ત્રીજો આઈસીસી ખિતાબ જીતવાની તક ગુમાવવી પડી. ટીમ ઈન્ડિયાની આ પરાજય બાદ ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે એક ટ્વીટ કર્યું હતું, જેને કારણે ભારે હોબાળો મચી રહ્યો છે.
મોન્ટી પાનેસર અનુષ્કા શર્માને ટેગ કરે છે :- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં વિરાટ કોહલીએ પહેલી ઇનિંગમાં 44 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઇનિંગમાં તે માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાની હાર બાદ ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે એક ટ્વીટ કર્યું હતું,
Good luck for the rest of your trip in England and lots of runs for you. Always King Kohli @imVkohli @AnushkaSharma #WTCFinal #WTC2021 #WTCFinal21 #WTC21final pic.twitter.com/DqS9dnzkd8
— Monty Panesar (@MontyPanesar) June 23, 2021
જેમાં તેણે કોહલીની પત્ની અનુષ્કા શર્માને ટેગ કર્યા છે. મોન્ટી પાનેસરે લખ્યું કે, ‘ઇંગ્લેન્ડ પ્રવાસ પર બાકીની મેચો માટે શુભકામના. હંમેશા રાજા કોહલી. આ પછી મોન્ટીએ અનુષ્કા શર્માને કોહલીની સાથે ટેગ કર્યા.
આ ટ્વિટને લઇને ભારે હોબાળો મચી ગયો છે :- મોન્ટી પાનેસરના આ ટ્વીટને લઇને ભારે હોબાળો મચી ગયો છે. ચાહકો મોન્ટી પાનેસરને ટ્રોલ કરી રહ્યાં છે. ચાહકો મોન્ટી પાનેસરને પૂછે છે કે તેણે અનુષ્કા શર્માને કેમ ટેગ કર્યા છે. આપને જણાવી દઈએ કે ભારતે ઈંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી જ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે.
કોહલીને કેપ્ટનશિપથી દૂર કરવાની માંગ :- કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા 2017 માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. આ પછી, ન્યુઝીલેન્ડે 2019 વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં ભારતને હરાવી દીધું હતું.
આ પછી, વિરાટ કોહલી હવે 2021 ની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ ખિતાબ જીતવામાં ચૂક્યો નથી. હવે વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું તેણે કેપ્ટનશીપ છોડવી જોઈએ? હાલની પરિસ્થિતિ જોઈએ તો આ મુદ્દો પણ યોગ્ય લાગશે.