રિટેન્શન નિયમો અનુસાર, આઠ જૂની ટીમો વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી શકે છે. તેમાં વધુમાં વધુ ત્રણ ભારતીય અથવા વધુમાં વધુ બે વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. જૂની ટીમોને જાળવી રાખ્યા બાદ હવે બે નવી ટીમો અમદાવાદ અને લખનૌ ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરી શકશે.
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (16 કરોડ), જસપ્રિત બુમરાહ (12 કરોડ), સૂર્યકુમાર યાદવ (8 કરોડ), કિરોન પોલાર્ડ (6 કરોડ)
ચેન્નાઈ સુપર કિંગ્સ: રવિન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), રૂતુરાજ ગાયકવાડ (8 કરોડ), મોઈન અલી (6 કરોડ)
દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (16 કરોડ), અક્ષર પટેલ (9 કરોડ), પૃથ્વી શો (7.5 કરોડ), એનરિક નોર્સિયા (6.5 કરોડ)
કોલકાતા નાઈટ રાઈડર્સ: આન્દ્રે રસેલ (12 કરોડ), વરુણ ચક્રવર્તી (8 કરોડ), વેંકટેશ ઐયર (8 કરોડ), સુનીલ નારાયણ (6 કરોડ)
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (14 કરોડ), જોસ બટલર (10 કરોડ), યશસ્વી જયસ્વાલ (4 કરોડ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી (15 કરોડ), ગ્લેન મેક્સવેલ (11 કરોડ), મોહમ્મદ સિરાજ (7 કરોડ)
સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન (14 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ), ઉમરાન મલિક (4 કરોડ)
પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (14 કરોડ), અર્શદીપ સિંહ (4 કરોડ)
મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક અને કૃણાલ પંડ્યાને રિલીઝ કર્યા છે. IPL 2021માં હાર્દિકે એક પણ ઓવર ફેંકી ન હતી. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝીએ જોખમ લેવાનું યોગ્ય ન માન્યું અને સૂર્યકુમાર યાદવ પર ધ્યાન આપવામાં આવ્યું. ક્રુણાલનું ફોર્મ ગત સિઝનમાં પણ ઘણું ખરાબ હતું.
IPL 2022માં ધોની ફરી જોવા મળશે. જોકે, આશ્ચર્યજનક બાબત એ હતી કે ધોનીને CSK માટે નંબર-2 ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ધોનીનો પગાર 12 કરોડ રૂપિયા થશે. આ નંબર વન ખેલાડી રવિન્દ્ર જાડેજા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ કિવી કેપ્ટન કેન વિલિયમસનને જાળવી રાખ્યો છે. પરંતુ વોર્નર- રાશિદ ખાનને રજા આપવામાં આવી છે.
RCBએ હર્ષલ પટેલ કરતાં મોહમ્મદ સિરાજને પ્રાધાન્ય આપ્યું હતું, જે છેલ્લી IPLમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયામાં જોડાયો હતો. ઉપરાંત, ઓપનર દેવદત્ત પડિકકલ અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલને છોડવાનો નિર્ણય કર્યો હતો.