આ મંદિરમાં ઇશ્કિયા ગણેશ પ્રેમી પંખીડાનું મિલન કરાવવાનું કામ કરે છે. ઘણા વર્ષોથી આ મંદિરમાં પ્રેમીઓની મનોકામના પૂર્ણ થાય છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં પ્રેમી યુગલોના પ્રેમ અને પ્રેમ પરવાન ચઢે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં પ્રાર્થના કરવાથી બે પ્રેમીઓ લગ્નના બંધનમાં બંધાઈ જાય છે. અહીં પ્રેમ કરનારાઓની ઇચ્છા પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે અહીં પ્રેમીઓનો ઘસારો સતત રહે છે.
જોધપુરનું આ ઈશ્કિયા ગણેશ મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે. શહેરની સાંકડી ગલીઓમાં સ્થિત આ મંદિર જોવામાં ભલે નાનું હોય, પરંતુ તેની માન્યતા બહુ મોટી છે. માનવામાં આવે છે કે, અહીં કોઈ પણ પ્રેમી પંખીડાઓ શ્રદ્ધા સાથે આવે છે તો તેમના લગ્ન જલ્દીથી થઈ જાય છે. અને તેમના વિવાહમાં કોઈ પણ વિઘ્ન આવતુ નથી.
પહેલાંનાં જમાનામાં જ્યારે પ્રેમ અને ઈશ્ક નામ જીભ ઉપર આવે તો પ્રેમી અને પ્રેમિકા લોકોની નજરથી બચીને મંદિરમાં આવતા હતા. વર્ષો પહેલાં આ મંદિર પ્રેમી જોડાઓના મિલનનું સ્થાન બની ગયુ હતુ, ત્યારથી તેનું નામ ગુરૂ ગણપતિમાંથી ઈશ્કિયા ગણેશ નામથી પ્રસિદ્ધ થયુ છે. હવે તો જમાનો બદલાઈ ચૂક્યો છે. હવે આ મંદિરમાં પ્રેમી પંખીડાઓની ભારે ભીડ લાગે છે. ઈશ્કિયા ગણેશ આજે પણ પ્રેમીઓનાં આરાધ્ય દેવ બનેલાં છે.
નાનકડી ગલીમાં સ્થિત મંદિર અને મૂર્તિની પ્રસિદ્ધિ દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ છે. ઘણા લોકો ફક્ત ઈશ્કિયા ગણેશનાં મંદિરના દર્શન માટે જોધપુરમાં આવે છે. દરેક બુધવારે અહીં પ્રેમી-પંખીડાઓની લાઈન લાગે છે. ભક્તજનોનું કહેવું છેકે તેઓ વર્ષોથી મંદિરે આવે છે. જે લોકોના લગ્ન નથી થતાં તેમના પરિવારનાં લોકો પણ અહીં આવીને સુયોગ્ય વર અને વધૂની માનતા રાખે છે.
એવું નથી કે પ્રેમી પંખીડાઓ પોતાની ઈચ્છા પુરી થયા બાદ મંદિરને ભૂલી જાય છે. એવાં ઘણા કપલ છે જે માનતા પુરી થયા બાદ પણ મંદિરે દર્શન માટે આવે છે. તેઓ માને છે કે ઈશ્કિયા ગણેશનાં આશીર્વાદથી તેમને પ્રેમમાં સફળતા મળી છે અને તેઓ વિવાહનાં બંધનમાં બંધાઈ શક્યા છે.