શું છે ઈસ્ટર સન્ડે, જાણો આ પર્વ સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો.

આપણે સૌ જાણીએ જ છીએ કે ઈસાઈ ધર્મમાં લોકો ગુડ ફ્રાઇડે નું પર્વ મનાવ્ય બાદ ઈસ્ટર સન્ડે મનાવે છે. અને ઈસ્ટર સન્ડે નું વિશેષ મહત્વ હોય છે. તેમજ ઈસાઈ સમુદાય ના લોકો ને એ વિશ્વાસ છે કે ગુડ ફ્રાઇડે ના ત્રણ દિવસ પછી એટલે કે સન્ડે પ્રભુ ઇસ મસીહા સુલી પર ચડ્યા પછી ફારી જીવિત થયા હતા.

 તેમજ આ દિવસે ઇસ મસીહા ના પુનર્જન્મ ની ખુશીઓ મનાવવા આવે છે. તેમજ આ દિવસે આખો મસીહી સમાજ ખુશી થી જુમી ઉઠે છે. અને સાથે સાથે આ પર્વ ને ખુબજ ધામ ધૂમ થી મનાવે છે. તેમજ આજે અમે આ ઈસ્ટર સન્ડે સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો જણાવીશું.

ઈસાઈ સમુદાયના લોકોનું એવું માનવું છે કે આ દિવસે પ્રભુ ઈસા મસીહ સુલી પર લટકાવ્યા બાદ ફરીથી જીવિત થઇ ત્યાર બાદ ૪૦ દિવસ સુધી પોતાના શિષ્યો ની વચ્ચે રહ્યા હતા, અને પછી સ્વર્ગ માં ચાલ્યા ગયા હતા. તેમજ ઈસાઈ ધર્મ નો આ ઈસ્ટર સન્ડેનું પર્વ ક્ષમા અને દયા ને સમર્પિત કરનારું માનવામાં આવે છે.

તેમજ આ દિવસે ફરીથી જીવિત થયા બાદ પ્રભુ ઇસા મસીહ એ લોકોને પણ માફ કરી દીધા હતા જે લોકોએ એમને કષ્ટ આપ્યું હતું. તેથી આ દિવસે આપસી વેર ભુલાવીને વિશ્વ કલ્યાણ ની કામના કરે છે. તેમજ ઈસ્ટર સન્ડે ના દિવસે ઈસાઈ સમુદાય ના લોકો ચર્ચ અને ઘર ને ખુબજ સજાવે છે. અને પ્રભુ ઈસા મસીહને પ્રાર્થના કરે છે. તેમજ આ દીસે મીણબત્તી ઓ પ્રગ્તાવામાં આવે છે તેને ખુબજ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer