શિવપુરાણમાં માનવામાં આવે છે કે ભગવાન શિવ સંપૂર્ણ સૃષ્ટિના સંહારક છે. તેથી શિવજીની પૂજા કરવાથી મોટામાં મોટી પરેશાનીઓ પણ દુર થઇ જાય છે. શાસ્ત્રોમાં સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.
આજે અમે જણાવીશું સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાના ઉપાયો વિશે અને આટલા ઉપાયો માંથી કોઈ એક ઉપાય પણ જો કરી લેવામાં આવે તો તેના પ્રભાવથી જીવાનની દરેક પરેશાનીઓ નો અંત આવી જાય છે.
૧. જો લગ્ન માં બાધા ઓ આવી રહી હોય તો શિવલિંગ પર કેસર મિક્સ કરેલું દૂધ ચડાવવું જોઈએ. તેમજ માતા પાર્વતી ની પૂજા કરવાથી પણ વિવાહ સબંધી બાધાઓ દુર થઇ જાય છે. અને બધીજ પરેશાનીઓ નો અંત આવી જાય છે.
૨. માછલીઓ ને લોટ ની ગોળીઓ ખવડાવવી જોઈએ અને એ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ કરવો જોઈએ આ ઉપાય ને સોમવારથી ચાલુ કરી આવું કરવાથી ખરાબ સમય નો અંત ખુબજ જલ્દી આવે છે.
૩. ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ૨૧ બીલી પત્ર પર ચંદન થી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર ચડાવવું. ૪. શિવજી ના વાહન નંદી ને લીલો ચારો ખવડાવવો જોઈએ તેનાથી જીવન માં સુખ સમૃદ્ધિ આવે છે.
૫. સામર્થ્ય અનુસાર ગરીબો ને ભોજન કરાવવા થી ઘર માં ક્યારેય અન્ન ની કમી નથી થતી સાથે જ પિતૃઓ ની આત્મા ને શાંતિ મળે છે. ૬. તાંબાના લોટમાં પાણી તેમજ કળા તલ મિક્સ કરીને શિવલિંગ પર ચડાવવા જોઈએ,
આવું કરવાથી શાની ના દોષ માંથી મુક્તિ મળે છે. ૭. ઘરમાં પારદ શિવલિંગ રાખવાથી તેમજ તેની દરરોજ પૂજા કરવાથી આવક માં વધારો થાય છે. ૮. લોટ થી ૧૧ શિવલિંગ બનાવીને ૧૧ વાર જળ અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિનો યોગ બને છે.
૯. શિવલિંગ પર શુદ્ધ ઘી ચડાવી જળ ચડવાથી સંતાન સબંધી દરેક પરેશાનીઓ નો અંત આવે છે. ૧૦. ભગવાન શિવ નો અભિષેક ઓમ નમઃ શિવાય મંત્ર થી કરવાથી તેમજ શિવ મંદિરમાં ૧૧ ઘી ના દીવા પ્રગટાવવા થી શિવજી ની કૃપા હંમેશા આપના પર બની રહે છે.