જાણો ભગવાન શ્રી વિષ્ણુના મંદિર વિશે, મંદિરના દરવાજા મંત્રોથી ખુલે છે, જાણો શું છે રહસ્ય !!

કેરળ રાજ્ય આપણા પ્રાકૃતિક સોંદર્ય માટે ખુબ જાણીતું છે. ત્યાં તિરુવન્તપુરમ માં સ્થિત પદ્મનાભ સ્વામી મંદિર પણ દુનિયામાં ખુબ પ્રસિદ્ધ છે. જો કે દુનિયાના અમુક સૌથી રહસ્યમય જગ્યા માંથી ગણતરી થાય છે. અહિયાં દેશ-વિદેશથી લોકો દર્શન માટે આવે છે. રસપ્રદ વાત એ છે કે ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરમાં ખાલી હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા જ આવી શકે છે. અને અહિયાં પ્રવેશ માટે એક ખાસ પ્રકારના કપડા ને ધારણ કરવા જરૂરી હોય છે. આ ઉપરાંત અસંખ્ય સંપતિને લઈને આ મંદિરના દરવાજાને સુપ્રીમ કોર્ટના સમર્થનથી ખોલવામાં આવી રહ્યું છે. જેમાં એના છઠ્ઠા દરવાજાને ખોલીને ૧,૩૨,૦૦૦ કરોડ ની સંપતિ મળી ચુકી છે. પણ સાતમાં દરવાજા ને અત્યારે પણ ખોલી શકાતો નથી.

અહિયાં મંદિરની નીચે ૨ લાખ કરોડનું સોનું પડ્યું છે:

એવું કહેવાય છે કે આ મંદિરના ખજાનામાં બે લાખ કરોડનું સોનું છે. પરંતુ ઈતિહાસકારો  અનુસાર, હાલમાં એની અનુમાનિત રાશી એનાથી દસ ગણી વધારે હશે. આ ખજાનામાં સોનું-ચાંદી ના મોંઘા ચેન, હીરા, પન્ના, રૂબી બીજા કીમતી પથ્થર, સોનાની મૂર્તિઓ, રૂબી જેવી ઘણી બધી કીમતી ચીજો છે. જેની વાસ્તવિક કીમત અંદાજવી મુશ્કિલ છે.

આ મંદિર નો એવો દરવાજો છે જે કોઈ ખોલી શકતું નથી:

મંદિરના ગૃહમાં ભગવાન વિષ્ણુની એક ભવ્ય મૂર્તિ વિરાજમાન છે. આ કારણથી અહી તેના વૈષ્ણવ મંદિરોમાં ખાસ ગણતરી થાય છે. પરંતુ વિશ્વના સૌથી ધનવાન મંદિર પણ ખુબ રહસ્યમય છે. અહિયાં એક દરવાજો છે જેને માનવામાં આવે છે કે કોઈ સિદ્ધ પુરુષ જ ખોલી શકે છે, પણ આજ સુધી એને કોઈ ખોલી શક્યું નથી. તે એવી માન્યતા છે કે દરવાજો ભગવાન સુધી જાય છે. પરંતુ એનું રહસ્ય આજ સુધી કોઈ ખોલી શક્યું નથી.

કળિયુગના પહેલા દિવસે મંદિરની કરી હતી સ્થાપના :

માન્યતા છે કે 18 મિ સદીમાં ત્રાવણકોરના રાજાઓ એ મંદિરમાં પદ્મનાભ સ્વામીની મૂર્તિની સ્થાપના કરાવી હતી, જયારે ઈતિહાસકારોને માનીએ તો એની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. એની  જેમ રહસ્યમયી મંદિરના ૫૦૦૦ વર્ષ પહેલા કળિયુગના પહેલા દિવસે સ્થાપિત થવાની વાતો ચાલી આવી રહી છે. તેની સાથે જ ત્રાવણકોર રાજઘરાને એ પૂરી રીતથી ભગવાનને એમનું જીવન અને સંપતિ આપી દીધી છે. હાલમાં અત્યારે મંદિરની દેખ-રેખનું કામ શાહી પરિવારના કહેવાથી એક પ્રાઇવેટ ટ્રસ્ટ સંભાળે છે.

ક્યારે આ અજ્ઞાત કોયડાઓ ઉકેલાશે :

એવું કહેવામાં આવે છે કે આ દરવાજાને નાગ બંધમ અથવા નાગ પાંચમ મંત્રોનો પ્રયોગ કરી બંધ કર્યો છે. એટલા માટે એટલી સિદ્ધિઓની સાથે જ એને કેવળ ગરુડ મંત્રનો સ્પષ્ટ અને સટીક મંત્રોચાર કરીને જ ખોલી શકાય છે. જો એમાં કોઈ ભૂલ થઇ ગઈ તો મૃત્યુ નિશ્ચિત માનવામાં આવે છે. એવું હાલમાં જ એક અરજદારની રહસ્યમયી સ્થિતિમાં મૃત્યુ થઇ ગયું છે.

સાતમો દરવાજો શાપિત છે :

લોક્માન્યતાઓ ની અનુસાર છઠ્ઠી સદીમાં ત્રાવણકોરના મહારાજ એ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને પોતાના અઢળક ખજાનાને મંદિરના ભોંયતળિયામાં અને મોટી દીવાલોની પાછળ છુપાવ્યું હતું. જે પછી અમુક સો વર્ષો સુધી તેનો દરવાજો ખોલવાની હિમંત નથી કરી અને આ પ્રકારથી પછી તેને શાપિત માનવામાં આવ્યો. કથાઓની અનુસાર, એક વાર ખજાનાની શોધ કરતા કોઈ એ સાતમાં દરવાજાને ખોલવાની કોશિશ કરી પણ કહેવાય છે કે જેરીલા સાપ કરડવાથી બધાનું  મૃત્યુ થાય છે.

સાતમો દરવાજો ખોલવાથી આવી શકે છે પ્રલય :

એવું માનવામાં આવે છે કે આ ભોંયરું છે, જે આ મંદિરને સાતમો દરવાજો પણ કહેવામાં આવે છે. એને ખાલી અમુક મંત્રો બોલવાથી જ ખોલી શકાય છે. કોઈ પણ આધુનિક ટેકનીક કે બીજા માનવ પ્રયાસોથી ખોલવાની કોશિશ કરી તો દેશમાં મંદિરો નાશ થઇ શકે છે. જેનાથી ભારે પ્રલય પણ આવી શકે છે. હકીકતમાં આ દરવાજો સ્ટીલનો બનેલો છે. એના પર બે સાપ બનાવેલા છે, જે આ દ્વારની રક્ષા કરે છે, એમાં કોઈ નટ-બોલ્ટ અથવા લોક નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer