હિંદુ ધર્મ અનુસાર આપણા હિંદુ ધર્મમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ છે. અને ભગવાન શિવ ને સંહાર ના દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવ સૌમ્ય આકૃતિ વાળા અને રુદ્ર રૂપ બંને માટે પ્રખ્યાત છે. અન્ય દેવો કરતા શિવજીને ભિન્ન માનવામાં આવે છે.
સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર ના અધિપતિ દેવ માનવામાં આવે છે. ત્રણ વેદોમાં ભગવાન શિવ સંહાર ના દેવતા માનવામાં આવ્યા છે. શિવ અનાદી તેમજ સૃષ્ટિ પ્રક્રિયાના આદીસ્ત્રોત છે. અને તે કાલ તેમજ મહાકાલ જ જ્યોતિષ શાસ્ત્રના આધાર છે.
શિવનો અર્થ યદયપી કલ્યાણકારી માનવામાં આવે છે. રામ, રાવણ, કશ્યપ ઋષિ વગેરે તેના ભક્તો છે. શિવજી દરેક ને એક સમાન દ્રષ્ટિથી જુએ છે તેથી તેને મહાદેવ કહેવામાં આવે છે. આપણે સૌ જાણીએ જ છીએ કે શિવજીને ભોળેનાથ કહેવામાં આવે છે કારણ કે શિવજી દરેક દેવતાઓ માં સૌથી ભોળા છે અને તેમને પ્રસન્ન કરવા ખુબ જ સરળ છે
શિવજી ભક્તોની થોડી એવી પ્રાર્થના અને પૂજા દ્વારા આસાનીથી પ્રસન્ન થઇ જાય છે. અને ભક્તો ની મનોકામના બધી જ પૂરી કરી દે છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિ ત્રિમૂર્તિ અર્થાથ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ના સંયોગ પર આધારિત છે. બ્રહ્મા સંસ્કૃતિના નિર્માતા છે.
વિષ્ણુ સંસારના પાલનકર્તા અને ભગવાન મહાદેવ સંસ્કૃતિ અને સભ્યતા ના પુનર્નિર્માણનું દાયિત્વ સંભાળે છે. તેમ છતાં શિવજીનું સ્થાન પૂજા અને શક્તિમાં સૌથી ઉપર માનવામાં આવે છે. અને બધા દેવો માં સૌથી શાંત અને ભોળા માનવામાં આવતા દેવતા છે ભગવાન શિવજી.
ભગવાન શિવજી કોઈ ભક્ત દ્વારા સરળતાથી પૂજા અર્ચના કરવાથી જલ્દી જ પ્રસન્ન થઇ જાય છે. તેમજ ભગવાન શિવ ને સરળતાનું પ્રતિક માનવામાં આવે છે. અને તેથી જ તેને ભોળાનાથ પણ કહેવામાં આવે છે.
ભગવાન શિવનો સૌથી મહત્વનો અને પૂજનીય દિવસ છે મહા શિવરાત્રી અને મહા શિવરાત્રી એ હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. ફાગણ મહિનાની શુક્લ ચતુર્દશી ના દિવસે આ પર્વ મનાવવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે આ દિવસની મધ્ય રાત્રી એ બ્રહ્મા દ્વારા ભગવાન શિવજીનો રુદ્ર સ્વરૂપે અવતાર થયો હતો.