જગન્નાથ પ્રભુના દર્શન કરી જે રથ ખેચે તેની જીવનયાત્રા ભગવાન જગન્નાથ હેમખેમ પાર પાડે છે.

જગન્નાથમંદિરે અમદાવાદને આગવી ઓળખ આપી છે. રથયાત્રા અંગે માન્યતા છે કે જે જગન્નાથ પ્રભુના દર્શન કરશે જે રથ ખેચશે તેની જીવનયાત્રા ભગવાન જગન્નાથ હેમખેમ પાર પાડશે. જગન્નાથ મંદિરનો ઇતિહાસ જોઈએ. તો આજથી સાડા આશરે ચારસો વર્ષ પહેલાં એક સાધુના ડગ કર્ણાવતીના (અમદાવાદ)માં થંભી ગયા આ સાધુ રામાનંદી સિદ્ધ સંત શ્રી હનુમાનદાસજી તેઓ એક ઝુપડી બનાવી સપ્તઋષિના આરે રહ્યા. હનુમાનજી નિત્ય પ્રભુ કીર્તન કરતા તેવામાં એક શબ લઈ ડાઘુઓ અંતીમ સંસ્કાર કરવા આવ્યા. સંતને દયા આવી પૂછયું કે આવાં નવયુવાનને મોત કેમ ભરખી ગયું ? ડાધુઓએ કહ્યું મહાત્મા ! આને કાળોતરો સર્પ કરડયા છે. સાધુને દયા આવી કમંડરમાંથી જલનો છંટકાવ કર્યો. 

ચમત્કારથી યુવાન બેઠો થઈ ગયો. બધા જય જગદીશ હરે ! બોલવા લાગ્યા. સાધુ તો ચલતા ભલા બીજે દિવસે સાધુ ચાલવા માંડયા તો લોકોએ રોકાઈ જવાનું કહ્યું. સંત લોકોના અતી આગ્રહથી રોકાઈ ગયા. ત્યાં નાનકડું હનુમાનમંદિર હતું ત્યાં રોકાયા આ આજે પણ મોજુદ છે. તેમના શિષ્ય શ્રી મહંત સારંગદાસજી હતા તેઓએ આ જગ્યાનો વિકાસ કર્યો. ત્યારબાદ મહંત નરસિંહદાસ આવ્યા તેઓના મનમાં જગન્નાથપુરીના મંદિર જેવું મદિર બનાવવાનો વિચાર આવ્યો. બાંધકામની શરૂઆત કરી મંદિર બનાવવાનો યશ. 

શ્રી બાલમુકુંદદાસજી અને બ્રહ્મચારી નરસિંહદાસને ફાળે જાય છે. નરસિંહદાસજીની સેવા ધર્મ પ્રત્યેની આસ્થા અદ્ભૂૂત હતી.  ઇ.સ.૧૯૭૮ માં ભક્તોને ભેગા કરી નરસિંહદાસે કહ્યું કે ભાઇઓ મને જગન્નાથ પ્રભુએ સ્વપ્નમાં આદેશ આપ્યો છે કે ‘ જગન્નાથપુરીની માફક માસ રથયાત્રા કાઢો.’ ત્યારથી પ્રત્યેક વર્ષે આ રથયાત્રા રંગેચંગે નીકળે છે. 
રથયાત્રાએ પ્રાતઃકાર્ય લગભગ ચાર પાંચ વાગે પૂજા થાય છે. ભગવાનને ખીચડી કોળુ અને ગવાર સીંગનું શાક પ્રસાદ સ્વરૂપે ધરાવવામાં આવે છે. રથયાત્રા આખા શહેરમાં ફરે છે. મગ અને જાંબુનો પ્રસાદ ટન બંધ વહેચવામાં આવે છે. ખલાસી ભાઈઓ રથને ખેંચે છે.જગન્નાથમંદિર એ અમદાવાદનું રાજા રણછોડનું દિવ્ય તિર્થ છે. દેશ- પરદેશથી દર્શનાર્થીઓ આવે છે. બારે માસ ભક્તોની ભીડ દેખાય છે. હવે તો સાબરમતીને કિનારે ‘આરતી’ પણ થાય છે.

મંદિરમાં કોણ છે’ રાજા રણછોડ છે’ ના નારાથી ભવ્ય રથયાત્રા નીકળે છે. સરસપુર જગન્નાથજીનું મોસાળ છે ત્યાં બપોરે વિશ્રામ થાય છે. મંદિરની ભવ્ય ગૌંશાળા છે કાંકરેજ નસ્લની ૧૦૦૦ ગાયો છે. ન્યાત જાતના ભેદભાવ  વીના ગરીબોને ભોજન મફત આપવામાં આવે છે. જગન્નાથમંદિરના માલપુવા- ગાંઠિયા પ્રખ્યાત છે. વર્ષમાં અનેક ભંડાર થતા હોય છે. રથયાત્રા કેમ કાઢવામાં આવે છે.કૃષ્ણને મારવા કંસે તેડવા મોકલેલા અકુરજી સાથે ભગવાન શ્રીકૃષ્ણ બલરામજી સાથે રથમાં બેસીને ગોકુળથી મથુરા પધાર્યા હતા. કૃષ્ણે કંસને માર્યા શહેરમાં રથમાં બેસીને નગરયાત્રાએ નીકળ્યા વિશ્રામઘાટ ઉપર વિશ્રામ કર્યો. તેની સ્મૃતિ રૂપે રથયાત્રા દેશભરમાંથી નીકળે છે.

શું તમે જાણો છો શા માટે રથયાત્રામાં મગ નો પ્રસાદ આપવામાં આવે છે?

‘મગ ચલાવે પગ’ ભોજનમાં મગનું ખુબ મહત્વ છે. કઠોળમાં મગ રાજા ગણાય છે. ભરપુર પ્રોટીન આપતા મગ માંદા માણસ માટે ખુબ જ સાત્વિક આહાર છે. મંદ સોડમ ધરાવતા લીલા રંગના મગ લસણ- હીંગ નાખી સુંદર લાગે છે. ફણગાવેલા મગ નાસ્તામાં સુંદર લાગે છે. જ્યારે મગના દાણાને સુકવીને બે ફાડ થાય છે. ત્યારે મગની દાળ બને છે. તેની ખીચડી આરોગ્ય માટે સુંદર છે. ખીચડી સાત્વિક બને છે.

અન્ય કઠોળની માફક કબજિયાત મગ કરતું નથી, માંદા વ્યક્તિ માટે ‘મગ’ બધા વીટામીનોના પૂરક બને છે. એક કપ પકવ બાફેલા મગમાં આશરે ૧૪ ગ્રામ, પ્રોટીન હોય છે. ઘણા બધા તેમાં એમિનો-એસીડ અને ફાઇબર હોય છે.  અમદાવાદની જગન્નાથ યાત્રામાં લાખો ટન મગ અને જાંબુનો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવે છે. ભક્તો હોશે હોંશે પ્રસાદ ખાય છે. એક કપ રાંધેલી મગદાળમાં ૧૫ ગ્રામ ફાઈબર હોય છે. ફાયબરને કારણે સાકરનું ઓછું પ્રમાણ તેમાં રહે છે. મગ ગ્લુકોઝ, ટ્રાયગ્લિસ રાઈડ્સનું પ્રમાણ ઘટાડે છે. મગ શ્રેષ્ઠ આહાર છે. શાકભાજીને બદલે મગનો તેમાં ઉપયોગ કરી શકાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer