જાણો જગન્નાથ પૂરી મંદિરની અદભુત વાતો.

પુરાણોમાં જગન્નાથ પૂરીને ધરતીનું વૈકુઠ કહેવાયું છે. બ્રહ્મ અને સ્કંદ પુરાણો અનુસાર, જગન્નાથ પૂરીમાં ભગવાન વિષ્ણુએ પુરુષોતમ નીલમાધવના રૂપમાં અવતાર લીધો હતો. તે અહી સબર જાતિના પરમ પૂજ્ય દેવતા બની ગયા. સબર જન જાતિના દેવતા હોવાના કારણે અહી ભગવાન જગન્નાથનું સ્વરૂપ કબીલાઈ જેવું છે. જગન્નાથ મંદિરની મહિમા દેશમાં જ નહી વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે.

જગન્નાથ મંદિરથી જોડેલી ઘણી એવી ચમત્કારી વાતો છે જે બધાને આશ્ચર્યચકિત કરી દે છે.  

-જગન્નાથ મંદિર ના શિખર પર લહેરાતો ઝંડો હમેશા હવાની વિરુધ દિશામાં ફરકે છે. એવી જ રીતે મંદિર ના શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે. તે ચક્રને કોઈ પણ દિશા તરફ થી જોઈએ તો એવું લાગે કે ચક્રનું મુખ આપણી તરફ છે.

-મંદિરના રસોડામાં પ્રશાદ પકાવવા માટે ૭ વાસણ એક બીજા પર રાખવામાં આવે છે. આ પ્રસાદ માટી ના વાસણોમાં લાકડી પર જ બનાવામાં આવે છે. તે દરમિયાન બધા થી ઉપર રાખેલા વાસણ નું પકવાન બધાથી પહેલા પાકે છે. પછી નીચેની તરફ થી એક પછી એક પકવાન પાકે છે.   

-મંદિરના સિંહદ્વાર થી પહેલું પગલું મુકવાથી તમે સમુદ્રના મોજા થી આવતા અવાજ ને નથી સાંભળી શકતા. આશ્ચર્ય ની વાત એ છે કે કે તમે મંદિર થી એક ડગલું બહાર મુકશો તેવો તરત જ સમુદ્રનો અવાજ આવવા લાગે છે. આ અનુભવ સાંજ ના સમયે વધુ અલૌકિક લાગે છે.  

-આપણે મોટાભાગે મંદિરોના શિખર પર પક્ષીને બેસતા અને ઉઠતા જોઈએ છીએ. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોકાવી દેશે કે આ મંદિર ની ઉપર થી કોઈ પણ પક્ષી નથી જતું. અને કોઈ વિમાન પણ નથી નીકળતું.

-મંદિર માં બનતો પ્રશાદ ભક્તો માટે ક્યારે પણ ઓછો નથી પડતો. સાથે જ મંદિર ના દરવાજા બંધ થતા જ પ્રશાદ પણ પૂરો થઇ જાય છે.  દિવસ ના કોઈ પણ સમયે જગન્નાથ મંદિર ના શિખરનો પડછાયો નથી પડતો.

-એક પુજારી મંદિરના ૪૫ માળ ઉચા શિખર પર સ્થિત ઝંડા ને રોજ બદલે છે.એવી માન્યતા છે કે જો એક દિવસ પણ મંદિરની ધજા ન બદલાઈ તો મંદિર ૧૮ વર્ષો માટે બંધ થઇ જશે.

-સામાન્યરીતે દિવસ માં ચાલતી હવા સમુદ્રથી ધરતી તરફ હોય છે. અને સાંજે ધરતી થી સમુદ્ર તરફ. ચકિત કરી દેવાવાળી વાત એ છે કે અહી આ પ્રક્રિયા ઉંધી છે.  

Leave a reply:

Your email address will not be published.

Site Footer