આ કારણે આજે પણ પૂરી ના જગન્નાથની મૂર્તિ છે અધુરી, જાણો જગન્નાથ મંદિરના આ રહસ્યો  

એક ખુબ પ્રચલિત કથા ની અનુસાર માતા યશોદા, દેવકીજી અને એની બહેન સુભદ્રા વૃંદાવન થી દ્વારકા આવી. એની સાથે મોજુદ રાણીઓ એ એને નિવેદન કર્યું કે તે એને શ્રી કૃષ્ણ ની બાળ લીલાઓ ની વિશે બતાવે. આ વાત પર માતા યશોદા એન દેવકી એ રાણીઓ ને લીલાઓ સંભળાવવા માટે રાજી થઇ ગઈ.

એની વાતો ને કનૈયા અને બલરામ સાંભળી ના લે એ માટે માતા દેવકીની સુભદ્રા બહાર ના દરવાજા ને લોક મારવા લાગી.  માતા યશોદા એ કૃષ્ણ ની લીલાઓ ની કથા નો આરંભ કર્યો અને જેમ જેમ તે બોલવા લાગી બધા એની વાતો માં મશગુલ થતા ગયા. ખુદ સુભદ્રા પણ દરવાજાને લોક મારવાનું ભૂલી ગઈ અને વાતો સાંભળવા લાગી.

આ વચ્ચે કૃષ્ણ અને બલરામ બંને ત્યાં આવી ગયા અને આ વાત ની કોઈ ભણક પણ ન થઇ, સુભદ્રા પણ એટલી તલ્લીન હતી કે એને ખબર ન પડી કે કનૈયા અને બલરામ ક્યારે ત્યાં આવી ગયા. ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામ બંને પણ માતા યશોદા ના મોઢાથી એમની લીલાઓ સાંભળવા લાગ્યા.

એમના તોફાન અને કાર્યો ને સાંભળી એના વાળ ઉભા થવા લાગ્યા, આશ્ચર્ય ના કારણે આંખો મોટી થઇ ગઈ અને મોઢું ખુલ્લું રહી ગયું. તે ખુદ સુભદ્રા પણ એટલી તલ્લીન થઇ ગઈ કે પ્રેમ ભાવ માં પીગળવા લાગી. આ કારણ છે કે જગન્નાથ મંદિર માં એનું કદ સૌથી નાનું છે.

બધા કૃષ્ણ ની લીલાઓ સાંભળતા હતા ને વચ્ચે અહિયાં નારદ મુની આવી ગયા. નારદજી બધાના હાવ-ભાવ જોવા લાગ્યા જ હતા ને બધા ને અહેસાસ થયો કે કોઈ આવી ગયું છે. આ કારણ થી લીલા નો પાઠ ત્યાં જ રોકાય ગયો.

નારદજી એ કૃષ્ણજીના એ મન ને મોહ લેવા વાળા અવતાર ને જોઇને કહ્યું કે “ વાહ પ્રભુ, તમે કેટલા સુંદર લાગી રહ્યા છો, તમે આ રૂપ માં અવતાર ક્યારે લેશો?” એ સમયે કૃષ્ણજી એ કહ્યું કે તે કળિયુગ માં એવો અવતાર લેશે.

વચન ની અનુસાર કળિયુગ માં શ્રી કૃષ્ણ એ રાજા ઇન્દ્ર્મન્યું ના સપનામાં આવ્યા અને એને કહ્યું કે તે પૂરી ના દરિયા કિનારે એક ઝાડ ની ડાળી માં એનો વિગ્રહ બનાવે અને પછી એ મંદિર માં સ્થાપિત કરાવી દે. શ્રીકૃષ્ણ ના આદેશઅનુસાર રાજા એ આ કામ માટે એક યોગ્ય સુથાર શોધવાનું શરૂ કર્યું.

થોડા દિવસો માં એક વૃદ્ધ બ્રાહ્મણ એને મળ્યા અને આ વિગ્રહ ને બનાવવા ની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ આ બ્રાહ્મણ એ રાજા ની સંતે એક શરત મૂકી કે તે આ વિગ્રહ ને બંધ રૂમ માં જ બનાવશે અને એના કામ કરતી સમયે કોઈ પણ રૂમ નો દરવાજો ખોલવો નહિ,

નહીંતર તે કામ અધૂરું છોડીને ચાલ્યા જશે. શરૂઆત માં કાન નો અવાજ આવ્યો પરંતુ થોડા દિવસો પછી એ રૂમમાંથી અવાજ આવતો બંધ થઇ ગયો. રાજા વિચાર માં પડી ગયા કે તે દરવાજો ખોલીને એક વાર જોવે કે નહિ. ક્યાંક તે વૃદ્ધ બ્રાહ્મણ ને કંઈ થઇ ના ગયું હોય.

આ ચિંતા માં રાજા એ એક દિવસ એ રૂમ નો દરવાજો ખોલી નાખ્યો. દરવાજો ખુલતા જ એની સામે અધુરો વિગ્રહ મળ્યો. ત્યારે એને અહેસાસ થયો કે બ્રાહ્મણ કોઈ બીજા નહિ પરંતુ તે ખુદ વિશ્વકર્મા હતા. શરત ની વિરુદ્ધ જઈને દરવાજો ખોલવાથી તે નીકળી ગયા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer