આપણે બધા લોકો લગભગ તો જાણતા જ હશું કે જૈન ધર્મમાં ઘણી પરંપરા હોય છે. જૈન ધર્મ અહિંસા પ્રધાન છે. ઘણા લોકોએ તો જોયું પણ હશે કે એ લોકો જમીનના મૂળમાં જે પણ શાકભાજી બને છે એ જમવાના ભોજનમાં ઉપયોગ કરતા નથી. આ ધર્મનું બધું જોર હિંસા રોકવા પર જ છે. તે ઈચ્છે તો કોઈ પણ રૂપમાં કોઈ પણ પ્રકારની હિંસા કેમ ન હોય એને ક્યારેય થવા દેતા જ નથી. રાત્રીના ભોજનના ત્યાગની પાછળ અહિંસા અને સ્વાસ્થ્ય બે મુખ્ય કારણ રહેલા છે. તે વૈજ્ઞાનિક તથ્ય છે કે રાત્રીમાં સુક્ષ્મ જીવ મોટી માત્રામાં ફેલાય જાય છે, જેથી ભોજન કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેતું નથી, એટલા માટે જૈન ધર્મ વાળા લોકો રાત્રે ભોજન કરવાનું ટાળે છે.
જૈન ધર્મમાં લોકો સાંજે ભોજન તો કરે છે પરંતુ સુર્યાસ્ત થયા પહેલા એ લોકો ભીજન બનાવી લે છે પછી એ લોકો જમે છે. એવા માં સુર્યાસ્ત પછી જમવાનું બનાવવાથી સુક્ષ્મ જીવ ભોજનમાં પ્રવેશ કરી જાય છે. જમવા પર આ બધા જીવ પેટમાં જતા રહે છે. જૈન ધારણમાં આને હિંસા માનવામાં આવ્યું છે. આ કારણે રાતના ભોજનને જૈન ધર્મમાં નિશેષ માનવામાં આવ્યું છે. એનું એક કારણ સ્વાસ્થ્યથી જોડાયેલું છે તો બીજું પાચન તંત્રથી.
સુર્યાસ્ત પછી આપણી પાચન શક્તિ મંદ પડી જાય છે. તેથી જમવાનું સુર્યાસ્તથી પહેલા જમવાની પરંપરા જૈનો ની સિવાય હિંદુઓ માં પણ છે. એ પણ કહેવામાં આવે છે આપણું પાચન તંત્ર કમળની સમાન હોય છે. જેની તુલના બ્રહ્મ કમળ સાથે કરવામાં આવી છે.
પ્રાકૃતિક સિદ્ધાંત છે સૂર્ય ઉદયની સાથે કમળ ખીલે છે. અસ્ત થવાની સાથે બંધ થઇ જાય છે. એવામાં જો આપણે ભોજન ગ્રહણ કરીએ તો બંધ કમળની બહાર જ બધું અન્ન વિખાઈ જાય છે. તે પાચન તંત્રમાં સમાઈ શકતું નથી. તેથી શરીરને ભોજનથી જે ઉર્જા મળવી જોઈએ તે નથી મળતી અને ભોજન નષ્ટ થઇ જાય છે.