મસ્જિદ-એ જામા મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ છે. ચાલો જાણીએ તેના વિશેની કેટલીક વાતો અને તેની સાથે જોડાયેલ દીલચસ્પ હકીકતો…
નિર્માણ:
જામા મસ્જિદ ૧૬૪૪-૧૬૫૬ ણી વચ્ચે શાહજહાં દ્વારા બનાવામાં આવી હતી. આ ૫૦૦૦ થી વધુ કારીગરો દ્વારા બનાવડાવી હતી, જે એક વિશાળ સંરચના બનાવવા માટે સામાન્ય સોદો છે. બુખારા, ઉજબેકીસ્તાન થી ઈમામ દ્વારા આ મસ્જીદનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ સૌથી મોટી મસ્જિદ કેવી રીતે છે:
કારણકે એકજ સમયે મસ્જિદના આંગણમાં ૨૫૦૦૦, લોકોની મોટી સંખ્યા નમાઝ કરે છે. આ સંખ્યા દર્શાવવા માટે કાફી છે કે આ મસ્જિદ કેટલી મોટી છે.
બે વાર હુમલો થયો:
૨૦૦૬ અને ૨૦૧૦ માં મસ્જિદ પર બે વાર હુમલો થયો હતો. ૨૦૦૬ નો હુમલો એક બોમ્બ વિસ્ફોટ હતો, અને ૨૦૧૦ નો હુમલો એક ખુલી ગોળીબાર દ્વારા કરવામાં આવ્યો હતો.
મસ્જિદની ક્ષમતા:
ફક્ત આંગણમાં જ નહિ પરંતુ પૂરી રીતે આ મસ્જિદ ૮૫૦૦૦ લોકોને એક સાથે સંભાળી શકે છે.
સંસ્કૃતિક પ્રેરણા:
મસ્જિદના પશ્ચિમ ભાગમાં એક વિશાલ હોલ છે, જેમાં ૨૬૦ સ્તંભ છે, જે જૈન અને હિંદુ વાસ્તુશિલ્પ પેટર્નમાં મૂર્તિબદ્ધ છે.
જામા મસ્જિદ અર્થ:
ક્યારેય વિચાર્યું શા માટે તેને ‘જામા’ મસ્જિદ કહેવાય છે? જામા નો અર્થ થાય છે ‘શુક્રવાર’ અને આ દિવસે નમાજ પઢવા માટે મોટી સંખ્યામાં ત્યાં મુસ્લિમો આવે છે.