આખી દુનિયામાં ભોળાનાથના ભક્તો છે, અને તેમના ચમત્કારો થી દરેક ભક્તો હેરાન થઇ જાય છે. સહીની આ મહિમા પીહોવાના સંગમેશ્વર મહાદેવ મંદિરમાં જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે અહી ખુદ નાગ અને નાગણી નું જોડકું ભોળાનાથની આરાધના કરે છે.
શિવજીનું આ ચમત્કારી મંદિર પીહોવાથી લગભગ ચાર કિમી દુર અરુણાય ગામમાં આવેલું છે. તેનું નામ સંગમેશ્વર મહાદેવ છે. આ મંદિરની ખાસિયત છે કે અહી સ્થાપિત શિવલિંગની ઉત્પત્તિ પોતાની જાતે જમીનમાંથી થઇ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ ઘણા વર્ષો પહેલા જમીનમાંથી શિવલિંગ નીકળેલી જોવા મળી હતી.
આ મંદિરમાં ત્રયોદાશીના દિવસનું ખુબજ મહત્વ છે. લોકોનું માનવું છે કે અહી દર્શન આ દિવસે અહી દર્શન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર એ કારણે પણ પ્રખ્યાત છે કે અહી શિવજીની પૂજા કરવા માટે નાગ-નાગણીનું જોડું અહી આવે છે. આ ઘટના વર્ષમાં એક જ વાર બને છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે નાગ-નાગણી અહી આવીને ભોલાનાથની પૂજા કરે છે અને ચુપચાપ ચાલ્યા જાય છે. તેઓ કોઈને નુકશાન નથી પહોચાડતા. શિવજીનું આ મંદિર અરુણા નદીના કિનારે આવેલું છે. આ નદીમાં ખુબજ મહત્વપૂર્ણ છે. કારણકે સરસ્વતીજીને શ્રાપ થી મુક્તિ આપવા માટે આ નદીની અહમ ભૂમિકા છે.
પૌરાણિક કથા અનુસાર એક વાર ઋષિ વિશ્વામીત્ર અને ઋષિ વશિષ્ઠ વચ્ચે પોત પોતાની અહેમિયત બતાવવાની ચર્ચા થઇ રહી હતી. ત્યારે વિશ્વામિત્રે પોતાના સ્વભાવથી સરસ્વતીને એ જગ્યાએ લઇ આવ્યા હતા. તે દરમિયાન તેણે ઋષિ વશીષ્ઠને મારવા માટે શસ્ત્ર ઉઠાવ્યું,
પરંતુ દેવી સરસ્વતી વશિષ્ઠ મુનિને બચાવવા માટે નદીમાં વહાવી લીધા હતા. દેવી સરસ્વતીના આ કાર્ય થી નારાજ થઇ ઋષિ વિશ્વામિત્રએ તેને શ્રાપ આપ્યો હતો, તેને દેવી સરસ્વતીને મલીન થવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે ભોલાનાથનું ધ્યાન કર્યું હતું. શિવજીએ દેવી સરસ્વતીને તેનો ઉપાય બતાવ્યો હતો.
ત્યારે અરુણા નદીના કિનારે ૮૮ હજાર ઋષીઓ એ જપ કર્યા હતા. જેથી સરસ્વતી અને અરુણા નદીનો સંગમ થયો. બંને નદીના આ મિલન થી આ મંદિરનું નામ સંગમેશ્વર મહાદેવ પડ્યું, લોકોનું માનવું છે કે જેવી રીતે શિવજીએ દેવી સરસ્વતીના કષ્ટ દુર કર્યા એવી રીતે તેઓ ભક્તોની મુસીબતો દુર કરે છે.