જાણો જન્માષ્ટમી નું વ્રત અને તેની પૂજા વિધિ

જ્યારે જ્યારે અસુરના અત્યાચાર વધ્યા છે અને ધર્મનો પતન થયું છે. ત્યારે ત્યારે ભગવાન એ પૃથ્વી પર અવતાર લઈને સત્મ અને ધર્મની સ્થાપના કરી છે. તે કડીમાં  ભાદ્રપદની કૃષ્ણ પક્ષની અષ્ટમીને મધ્યરાત્રિને અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરમાં કૃષ્ણએ અવતાર લીધો. કારણકે ભગવાન પોતે આ દિવસે પૃથ્વી પર અવતરિત થયા હતા. તેથી આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમી કે જન્માષ્ટમીના રૂપમાં ઉજવે છે. આ દિવસે સ્ત્રી પુરૂષ રાત્રે 12 વાગ્યે સુધી વ્રત રાખે છે. મંદિરમાં ખાસ કરીને ઝાંકિઓ સજાવાય છે અને ભગવાન કૃષ્ણને  હિંડોળામાં ઝૂલાવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા કરાય છે. 

વ્રત અને તેની પૂજન વિધિ  :

૧. ઉપવાસના પૂર્વ રાત્રિ હળવું ભોજન કરવું અને બ્રહ્મચર્યનો પાલન કરવું. 

૨. ઉપવાસના દિવસે સવારે સ્નાન વગેરેથી નિવૃત્ થઈ પછી સૂર્ય, યમ, કાળ, સંધિ, ભૂત, પવન, દિકપતિ, ભૂમિ, આકાશ, ખેચર, અમર અને બ્રહ્માદિને નમસ્કાર કરી પૂર્વ કે ઉત્તર મુખ બેસો.  

૩. ત્યારબાદ જળ, ફળ, કુશ અને ગંધ લઈને સંકલ્પ કરવું. 

મમખિલપાપપ્રશમનપૂર્વક સર્વાભીષ્ટ સિદ્ધયે 

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રતમહં કરિષ્યે 

૪. મધ્યાહનના સમયે કાળા તલથી જળ સ્નાન કરી દેવકીજી માટે સૂતિકાગૃહ નક્કી કરવું. 

૫. પછી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ કે ફોટા સ્થાપિત કરવું. 

૬. મૂર્તિમાં બાળક શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવતી દેવકી હોય અને લક્ષ્મીજી તેમના ચરન સ્પર્શ કરી હોય એવું ભાવ હોવું. 

૭. ત્યારબાદ વિધિથી પૂજન કરવું. પૂજનમાં દેવકી, વાસુદેવ, બળદેવ, નંદ, યશોદા અને લક્ષ્મી આ બધાના નામ ક્રમશ લેવું જોઈએ. 

૮. પછી નિમ્ન મંત્રથી પુષ્પાંજનિ અર્પણ કરવી. 

 પ્રણમ દેવ જનની ત્વયા જાતસ્તુ વામન: 

વસુદેવાય તથા કૃષ્ણો નમસ્તુભયં નમો નમ: 

સુપુત્રાધ્ય્ર પ્રદતં ગૃહણેમ નમોસ્તુતે 

 ૯. અંતમાં પ્રસાદ વિતરણ કરી ભજન કીર્તન કરતા રાત્રિ જાગરણ કરવું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer