વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાણી-પીણીના કારણે લોકો કોઇને કોઇ બીમારીથી પીડાતા હોય છે. જેને કારણે કેટલીક વખત ડોક્ટર્સ આ બીમારીઓથી બચવા માટે સવારે ઘાસ પર ચાલવાની સલાહ આપે છે એટલે પ્રકૃતિ દ્વારા તમે કેટલીક બીમારીઓને દૂર કરી શકો છો. રોજ સવાર- સાંજ ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવાથી આંખો પર સારી અસર પડે છે અને તમારી આંખો માટે પણ ખૂબ ફાયદાકારક છે.
આપણા પગ રિફ્લેક્સોલૉજીના મુખ્ય કેન્દ્ર છે. જે શરીરના અલગ-અલગ ભાગથી જોડાયેલા છે. રિફ્લેક્સોલોજીના નિયમ મુજબ પગમાં રહેલા પ્રેશર પોઇન્ટને આરામ પહોંચાડવાથી શરીરના બાકીના ભાગને ફાયદો થાય છે. આંખ, ચહેરાની નસો, પેટ, મગજ. કિડની જેવા વિભિન્ન અંગો માટે પોઇન્ટ આપણા પગમાં રહેલા હોય છે.
લીલા ઘાસ પર ચાલવાથી આ પોઇન્ટ્સ પર દબાણ પડે છે અને આપણા શરીરની કાર્યક્ષમતા વધે છે. જેથી લાઇફને તનાવમુક્ત, સ્વસ્થ અને ખુશ રાખવા માટે સવારે ચાલવું, તાજી હવા લેવી અને ઘાસ પર ખુલ્લા પગે ચાલવું ખૂબ ફાયદાકારક હોય છે. આજે અમે તમને જણાવીશુ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી કયા-કયા ફાયદા થાય છે અને કઇ કઇ બીમારીઓ દૂર થાય છે.
મોટાભાગે વધતી ઉંમર સાથે લોકોના પગમાં સોજો આવવાની ફરિયાદો સાંભળવા મળતી હોય છે. ડોક્ટર્સની ફી ચૂકવતાં-ચૂકવતાં બેંક અકાઉન્ટ ખાલી થઈ જાય છે. પરંતુ તમને આ સોજા અને તેના દુખાવામાંથી રાહત નથી મળતી.
ઘાસમાં ખુલ્લા પગે ચાલવાથી તમે આ તકલીફ દૂર કરી શકો છો. લીલા ઘાસ પર ચાલવાથી ઓક્સિજનયુક્ત બ્લડ તમારા બોડીમાં યોગ્ય રીતે સર્ક્યુલેટ થાય છે. તેથી પગમાં સોજો નથી આવતો. ઊંઘ ન આવવાના રોગને અનિદ્રા કહેવાય છે. આ એક સ્લીપિંગ ડિસઓર્ડર છે. આ રોગમાં માણસને પૂરતી ઊંઘ નથી આવતી.
ઘાસ પર ખુલ્લા પગે ટહેલવાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. સાંજના સમયે જો તમે દરરોજ 15 મિનિટ ઘાસ પર ચાલશો તો તમને માનસિક રાહત મળશે અને રાત્રે ઊંઘ આવી જશે. ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી પગના ખાસ એક્યુપંક્ચર પોઇન્ટ ઉત્તેજિત થાય છે, જે આપણાં શરીરની નર્વસ સિસ્ટમમાં સુધાર લાવે છે.
નિયમિત ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી વેરિકોઝ વેન્સના કારણે દુખાવો ઓછો થાય છે અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફાયદાકારાક સાબિત થાય છે. સવાર- સાંજ ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવાથી ઘણી બીમારી માંથી છુટકારો મેળવી શકાય છે.