શની દેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, શાસ્ત્રો માં શનિની આરાધના માટે શનિવારનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે શનિની આરાધના કરવાથી શની દેવ પ્રસન્ન થઇ જાય છે અને પોતાના ભક્તો પર તેમની કૃપા બની રહે છે. આજે અમે શની દેવ વિશે કેટલીક ખાસ વાતો જણાવીશું,
તો ચાલો જાણીએ કેવી રીતે અને ક્યારે શની દેવની પૂજા કરવાથી તેને પ્રસન્ન કરી શકાય છે. શની દેવની પૂજા ફક્ત પુરુષો જ કરી શકે છે તેના માટે સવારે ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરીને પૂજા કરવી જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મહિલાઓ શની દેવની પૂજા નથી કરી શકતી, મહિલાઓ એ શની ચબુતરા પર ના જવું જોઈએ. અને શની મંદિરે સ્પર્શ પણ ના કરવો જોઈએ.
જો કોઈની કુંડળીમાં શની દોષ હોય અથવા રાશી માં સની આવી રહ્યો હોય તો શનિની પૂજા અવશ્ય કરવી જોઈએ. જો સાડાસાતી થી પરેશાન છો તો શની દેવનું પૂજન નિયમિત રૂપ થી કરવું જોઈએ.
જો કોઈની રાશિમાં શનીની ઢયા ચાલી રહી હોય તો પણ શની દેવની આરાધના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. જો શનિની અશુભ દ્રષ્ટિ આપના પર હોય તો તેનાથી બચવા માટે શની દેવની પૂજા અર્ચના કરવી ખુબજ જરૂરી છે.
એવું માનવામાં આવે છે કે જો કોઈ કારખાનું, લોઢા નો કોઈ ઉદ્યોગ, ટ્રાવેલ, ટ્રક, ટ્રાન્સપોર્ટ, તેલ , પેટ્રોલીયમ, મેડીકલ, પ્રેસ, કોર્ટ કચેરી, આમાંથી કોઈ પણ સાથે સબંધ હોય તો શનિદેવની પૂજા કરવી જોઈએ. શનિદેવની પૂજા કરવાથી આમાં લાભ મળશે.