જરાસંઘ અને કૃષ્ણ, જાણો બંને વચ્ચેની કેટલીક વાતો

૧. કંસના મૃત્યુ પછી કૃષ્ણને મારવા માટે જરાસંઘે મથુરા શહેરને ચારે બાજુથી ઘેરી લીધું. બલરામ અને કૃષ્ણએ તેની વિશાળકાય સેના સાથે ઘોર યુદ્ધ કર્યું અને છેલ્લે જરાસંઘનો પરાજય થયો. જરાસંઘને બંધક બનાવી લીધો પરંતુ તેનો વધ કરવાની કૃષ્ણ એ બલરામને ના પડી અને જરાસંઘને મુક્ત છોડી દીધો.

૨. કહેવાય છે કે શ્રી કૃષ્ણને મારવા માટે જરાસંઘ એ ૧૮ વાર મથુરા પર આક્રમણ કર્યું હતું. ૧૭ વાર અસફળતા મળી અને છેલ્લે તેણે એક વિદેશી શક્તિશાળી શાસક કાલ યવન ને મથુરા પર આક્રમણ કરવા કહ્યું. કાલયવનણી સેનાએ માથુરને ઘેરી લીધું. તેણે મથુરા નરેશના નામે સંદેશ મોકલ્યો અને યુદ્ધ માટે એક દિવસનો સમય આપ્યો.

૩. જરાસંઘનો મિત્ર શિશુપાલ હતો અને તે રુકમણી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. રુક્મણીનો ભાઈ રુક્મિ પણ એવું જ ઈચ્છતો હતો. શિશુપાલ અને રુક્મિ જાણતા હતા કે રુકમણી શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવા ઈચ્છે છે. અને શિશુપાલ અને રુક્મીએ સ્વયંવરની તૈયારી કરી લીધી જરાસંઘ બિહારથી ગુજરાત એટલા માટે આવ્યો કે સ્વયંવર માં કોઈ અડચણ ના આવે. પરંતુ ત્યાં તેના નાક નીચેથી શ્રી કૃષ્ણ રુકમણીને ભગાવીને લઇ ગયા.


૪. દ્રોપદી સ્વયંવરમાં ઘણા યોદ્ધા એ હિસ્સો લીધો હતો અને તેમાં જરાસંઘ પણ હતો. જરાસંઘ પોતાના પૌત્રના લગ્ન કરવાની યુક્તિ વિચારતો હતો. જરાસંઘ વિચારતો હતો કે આ પ્રતિયોગીતા જીતી જશે તો તેના લગ્ન તે દ્રોપદી સાથે કરાવી દેશે. અને હારી જશે તો તે દ્રોપદીનું અપહરણ કરી લેશે. અને શ્રી કૃષ્ણ આ બધું જાણતા હતા.

જરાસંઘના સુવાના સ્થાન પર ખુબજ પહેરો લગાવામાં આવેલો હતો. રાત્રે શ્રી કૃષ્ણ પોતાનું માથું સંતાડીને ત્યાં સુધી પહોચ્યા તેમને રોકવામાં આવ્યા તો તેઓ બોલ્યા કે જો જરાસંઘને મને નહિ મળવા દેશો તો અનર્થ થઇ જશે. પછી કૃષ્ણ અંદર ગયા તો જરાસંઘ બોલ્યા, શું વાત કરવા આવ્યા છો? ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે જરાક વિચારો આટલા બધા પુત્રો અને પૌત્રો વાળા ૭૫ વરસના તને એક ૧૮ વર્ષની છોકરી માટે તને આ પ્રતિયોગિતામાં ભાગ લેશો તો તમે હાસ્યને પત્ર બની જશો.

૫. જરાસંઘ જો મહાભારતના યુધ્ધમાં હોત તો યુદ્ધની રૂપરેખા બદલાઈ ગઈ હોત. અને ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે મહાભારતનું યુદ્ધ થવાનું છે. તેથી તેના પહેલા તેણે એક મહાન યોદ્ધા જરાસંઘને મારવાની યુક્તિ પણ બનાવી લીધી હતી. ભીમને શ્રી કૃષ્ણએ ઈશારો કર્યો અને એ ઈશારા મુજબ જ ભીમે કર્યું, જરાસંઘ ને જાંઘમાંથી પકડીને બેફાડ કરી બંને ફાડને અલગ અલગ વિરુદ્ધ દિશામાં ફેકી આવી રીતે ભીમને શ્રી કૃષ્ણએ ઈશારો કર્યો અને એ ઈશારા મુજબ જ ભીમે કર્યું, જરાસંઘ ને જાંઘમાંથી પકડીને બેફાડ કરી બંને ફાડને અલગ અલગ વિરુદ્ધ દિશામાં ફેકીનું મૃત્યુ થયું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer