જે વારે તમારો જન્મ થયો હોય એ મુજબ હોય છે તમારો સ્વભાવ, આવી રીતે જાણો બીજાનો સ્વભાવ..

ગ્રંથોમાં ઘણી પ્રકારની જ્યોતિષ વિદ્યાઓ જાણવા મળી છે. કોઈ રાશિ જોઇને લોકોના સ્વભાવ બતાવે છે, તો કોઈ કુંડળી જોઇને અહિ પ્રસ્તુત છે વાર મુજબ તમારો સ્વભાવ. થોડા જ્યોતિષી એવું માને છે કે જે વારે તમારો જન્મ થયો છે એ વાર મુજબ જ તમારો સ્વભાવ નક્કી થાય છે.

રવિવાર : રવિવારે જન્મેલા વ્યક્તિ પર સૂર્યનો પ્રભાવ રહે છે. આવા વ્યક્તિનો સ્વભાવ નિર્થક હોય છે પરંતુ ઉદાર રહે છે. રંગ ગેરુ અને કપાળ વિશાળ રહે છે. તે બળવાન વ્યક્તિનો ધની હોય છે.

સોમવાર : સોમવારે જન્મેલા વ્યક્તિ પર ચંદ્રનો પ્રભાવ રહે છે, આવા વ્યક્તિનો સ્વભાવ શાંત તથા સારા વિચારોથી જોડાય રહે છે. એની બોલી મીઠી અને મધુર હોય છે. તે ગંભીર અને ભાવુક રહે છે.

મંગળવાર : મંગળવારે જન્મેલા વ્યક્તિ પર મંગળ ગ્રહનો પ્રભાવ રહે છે. આવા વ્યક્તિનું જો મંગળ ખરાબ છે તો તે તામસી પ્રવૃત્તિના હશે તથા ક્રોધિત, જીદ્દી સ્વભાવનો રહેશે અને જો મંગળ સારો છે તો વ્યક્તિ નિર્ભીક, નીડર અને ઉચિત રહેશે તથા બધી પરિસ્થિતિમાં બુદ્ધિથી કામ લેશે.

બુધવાર : બુધવારે જન્મેલા વ્યક્તિ પર બુધ ગ્રહનો પ્રભાવ રહે છે. એવા વ્યક્તિ કલા અને વેપારમાં ચતુર હોય છે. વાણીમાં મીઠાસ અને ચહેરા પર આકર્ષણ રહે છે, પણ જો કુંડળીમાં બુધની સ્થિતિ ખરાબ છે તો એવા વ્યક્તિ ચાલાક અને સારા સપના જોવા વાળા રહેશે તથા એની બુદ્ધિમાં હંમેશા દુવિધા અને શંકા બની રહેશે.

ગુરુવાર : ગુરુવારે જન્મેલા વ્યક્તિ પર બૃહસ્પતિ ગ્રહનો પ્રભાવ રહે છે. એવા વ્યક્તિ ગંભીર ચિંતા કરવા વાળા અને ધાર્મિક સ્વભાવથી જોડાય રહે છે. એના સ્વભાવમાં શાંતિ અને સવાંદિતાની ભાવના રહે છે. પણ જો ગુરુની સ્થિતિ સારી નહિ હોય તો એવા વ્યક્તિ ઢોંગી સાધુ અથવા ઢોંગી બની શકે છે. જુઠું બોલવા વાળા અને લોકોને એના જુઠા જ્ઞાનથી ભ્રમમાં નાખવા વાળા રહેશે.

શુક્રવાર : શુકવારે જન્મેલા વ્યક્તિ પર શુક ગ્રહનો પ્રભાવ માનવામાં આવ્યો છે. જો શુક ગ્રહ બરાબર છે તો વ્યક્તિ કલા પ્રિય અને તેજ બુદ્ધિના હશે. આધુનિક વિચારોને મહત્વ દેવા વાળા અને સ્વભાવથી વિનમ્ર હશે. લોકોને પોતાની વાતો અને કામોથી પ્રભાવિત કરવામાં કુશળ પણ જો શુક્ર ગ્રહ ખરાબ છે તો વૈભવી જીવન વિતાવવા વાળા અને આરામદાયક જીવન જીવવાવાળા વ્યક્તિ માનવામાં આવે છે.

શનિવાર : શનિવારે જન્મેલા વ્યક્તિ પર શનિ ગ્રહનો પ્રભાવ માનવામાં આવ્યો છે, જો શની શુભ સ્થિતિમાં છે તો વ્યક્તિ ઉચિત, પ્રિય અને કર્મવાન હશે. સત્યવાદી અને  સિદ્ધાંતપ્રિય સ્વભાવના રહેશે, પણ જો શનિની સ્થિતિ સારી નહિ હોય તો ગરમ સ્વભાવ, નિર્બળ શરીર અને આળસી સ્વભાવના રહેશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer