સ્વામીનારાયણ ભગવાને આપેલા જીવન જીવવાના સંદેશને દરેક લોકોએ એકવાર જરૂર જાણવો જોઈએ, બદલાઈ જશે જીવન 

માંકડ, ચાંચડ વગેરે જીવ એની પણ હિંસા ન કરવી. તથા દેવતા અને પિતૃ તેના યજ્ઞાને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં વગેરે ઘણા જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે. આપણું નૈતિક અને આધ્યાત્મિક ઘડતર કોણ કરે છે ? ભગવાન- સત્પુરુષો અને શાસ્ત્રોનો ઉપદેશ.

આ ઉપદેશ એ આપણી અમૂલ્ય ધરોહર છે. આપણા મહાપુરુષનાં અમૂલ્ય જીવનચરિત્રો,  એમનાં ઉપદેશગ્રંથો કે કીર્તનોમાં, જીવનને સાર્થક બનાવવાની અદભૂત તાકાત છે. ભગવાન અને સત્શાસ્ત્રોએ આપેલા ઉપદેશથી માણસમાં નવા વિચારો આવે છે અને ઉત્તમ વિચારોના બળથી સુખી જીવનનું નિત્ય નવું પ્રભાત ઊગે છે.

વિચારનું બળ કેળવવા માણસે ભગવાન- સંતો- શાસ્ત્રોએ કહેલા ઉપદેશને જીવનમાં ઉતારવા જોઈએ. અને મહાપુરુષોના વચનોથી માણસની ઉન્નતિથી થાય છે. આપણા વિચાર બદલાતાં આપણું જીવન પણ બદલાઈ જાય છે. ઉન્નત વિચાર સાથે ઇચ્છા ને પ્રયત્ન મળે તો માણસ ધારે તે કરી શકે અને ધારે તે થઈ શકે છે.

એક વિચાર જિંદગી બચાવે પણ છે અને જિંદગી બરબાદ પણ કરે છે. આત્મહત્યા કરવા જઈ રહેલા એક અંધ યુવાનને કોઈ સંતે વિચાર આપ્યો કે, ભગવાને જિંદગી જીવવા માટે આપી છે, નાશ કરવા માટે નહીં. તું જિંદગી જીવવાનો પ્રયત્ન કર. દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે.

અહિંસા ધર્મ અંગનો સંદેશ:- કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ વગેરે જીવ તેમની પણ હિંસા ન કરવી. તથા દેવતા અને પિતૃ તેના યજ્ઞાને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે.

અને સ્ત્રી ધન અને રાજય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. જે માંસ છે તે તો યજ્ઞાનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગ્યાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું.

આત્મહત્યા અંગેનો સંદેશ: આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો, ને ક્રોધ કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે દ્વારા મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને વગેરે કોઈ રીતે આત્મઘાત ન કરવો.

સાધુ- સંતો અંગેનો સંદેશ: નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુક્ત રહેવું અને માન રહિત રહેવું. અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી ને રસનાઈન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer