બાબા વેંગાના કહ્યા મુજબ થોડા જ દિવસમાં થઇ જશે પૃથ્વીનો વિનાશ, શું ખરેખર બાબા ની આ ભવિષ્યવાણી સાચી પડશે?

વિશ્વના પ્રસિદ્ધ પયગંબરોમાં બલ્ગેરિયાના પયગંબર બાબા વેંગાનું નામ પણ સામેલ છે. દુનિયા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. બાબા વેંગાએ વર્ષ ૨૦૨૨ માટે ઘણી આગાહીઓ કરી હતી જે ખૂબ જ ભયજનક છે. અત્યાર સુધી વર્ષ 2022 માટે તેમની બે ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. બલ્ગેરિયામાં બાબા વેંગા બાલ્કન પ્રદેશનો નાસ્ત્રેદમસ નામનો ફકીર હતો.

બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલાં ૫૦૭૯ સુધી આગાહી કરી હતી. બલ્ગેરિયાના દૃષ્ટિહીન બાબા વાંગાએ ૧૨ વર્ષની ઉંમરે જ તેમની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. 11 ઓગસ્ટ, 1996ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમણે વિશ્વના અંતથી લઈને યુદ્ધ અને આપત્તિ સુધીની આગાહીઓ કરી હતી. ચાલો જાણીએ વર્ષ 2022 માટે કરવામાં આવેલી કઈ આગાહીઓ સાચી પડી છે અને કઈ આગાહીઓ લોકોને ડરાવી રહી છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબા વેંગાએ વર્ષ 2022 માટે કુલ છ ભવિષ્યવાણી કરી હતી. આથી લોકોના મનમાં એક ડર છે કે આવનારા દિવસોમાં બાબા વેંગાની બાકીની આગાહીઓ પણ સાચી પડી શકે છે. બાબા વેંગાએ વર્ષ 2022માં એલિયન્સના હુમલા માટે નવા જીવલેણ વાયરસનો ઉદભવ થવાની આગાહી કરી છે.

આ સિવાય તેણે તીડના હુમલાથી લઈને ભૂખમરાની પણ આગાહી કરી છે. હવે આ વર્ષના અંતમાં માત્ર 45 દિવસ બાકી છે. જેના કારણે લોકોને ડર છે કે જો બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ પણ સાચી પડી તો દુનિયામાં વિનાશ થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2022માં દુનિયામાં તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે તીડનો પ્રકોપ વધશે. તીડ ખોરાકની શોધમાં ભારત પર હુમલો કરશે. આ હુમલામાં પાકને ભારે નુકસાન થશે. ભારતમાં દુષ્કાળની સ્થિતિ આવી શકે છે અને દેશમાં ભૂખમરાની સ્થિતિ ઉભી થવાની સંભાવના છે.

બાબા વેંગાના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં કેટલાક દેશોમાં પાણીની અછતના કારણે મુશ્કેલી સર્જાશે. પોર્ટુગલ અને ઇટાલી જેવા દેશોએ લોકોને ઓછા પાણીનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. આ દેશોમાં 1950ના દાયકા બાદ સૌથી ઓછો વરસાદ પડી રહ્યો છે. ઇટાલી પણ ૧૯૫૦ પછીનો સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે.

બાબા વેંગાએ કહ્યું હતું કે વર્ષ 2022માં એશિયાના દેશો અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં પૂર આવશે. આ સિવાય ભૂકંપ અને સુનામીની આગાહી કરવામાં આવી હતી. આ વર્ષે ભારે વરસાદ અને પૂરના કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે તબાહી મચી ગઈ હતી. બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત અને થાઇલેન્ડના ઉત્તર-પૂર્વ ભાગોમાં પણ લોકો પૂરનો ભોગ બન્યા છે. પાકિસ્તાનમાં આવેલા પૂરમાં 1000થી વધુ લોકોના મોત થયા હતા. અહીં થોડા જ દિવસોમાં જોવા મળ્યું છે કે અનેક દેશોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.

 

Leave a reply:

Your email address will not be published.

Site Footer