જો સતત મહેનત કર્યા બાદ પણ તમે ધનવાન બનવામાં નિષ્ફળ રહ્યા છો.. તો કરો આ ઉપાય

દરેક વ્યક્તિની મહત્વકાંક્ષા હોય છે કે, તે પોતાના જીવનમાં ખુબ સફળતા મેળવે અને તમામ પ્રકારના એશ-આરામની જિંદગી વિતાવે. આના માટે તે દિવસ રાત મહેનત કરે છે. પરંતુ કેટલીક વખત મહેનત કર્યા બાદ પણ સપળતા નથી મળતી. વ્યક્તિને કોઈ કામમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જેટલી મહેનત અને લગનની જરૂરત છે, તેટલો ભાગ્યનો સાથ હોવો પણ જરૂરી છે.

ધનવાન બનવાની ઈચ્છા કોને ન હોય ? દિવસ રાતની દોડધામ, ઓફિસમાં કલાકોની મહેનત સૌ કોઈ ધન કમાઈ સદ્ધર બનવા માટે કરે છે. પરંતુ અથાક મહેનત કરવા છતાં કેટલાક લોકો પાસે ધન ટકતું નથી. ધનહાનિ અને દરિદ્રતા દૂર ન થવા પાછળ લોકોની જ બેદરકારી જવાબદાર હોય છે. લોકો અજાણતા એવી ભુલ કરી બેસતા હોય છે કે તેના કારણે ધન તેમની પાસે ટકતું નથી.

તો ચાલો જાણીએ કે એવી કઈ ભુલ છે જેને કરવાથી વ્યક્તિએ હંમેશા બચવું જોઈએ. જો તમને પણ આમાંથી કોઈ વધારે આદત હોય તો આજથી જ સુધારી લો તમારી ભુલને. ઓફિસમાં જે ટેબલ પર બેસી તમે અગત્યના કામ કરતાં હોય તેના પર બેસી જમવું કે નાસ્તો કરવો જોઈએ નહીં.

જો ટેબલ પર જ જમવું પડે તેવી સ્થિતી હોય તો એક સ્વચ્છ કપડું તેના પર પાથરી અને ભોજન કરવું. ભોજન કર્યા બાદ ટેબલ બરાબર સાફ કરી લેવું નહીં તો કામ પર નકારાત્મક અસર થશે. તિજોરીમાં ધન અને સોનું રાખતા હોય તો તેમાં કોઈપણ પ્રકારના પેપર્સ રાખવા નહીં. પેપર કે જેના પર હિસાબ લખેલો હોય, કે પછી અન્ય અગત્યના દસ્તાવેજો હોય. આ ઉપરાંત તિજોરીમાં ધારદાર વસ્તુઓ પણ રાખવી નહીં.

મોટાભાગના લોકો ઘરે આવી પૈસા ભરેલું પર્સ કે બેગ ટેબલ કે અન્ય જગ્યાએ મુકી દેતા હોય છે. કેટલાક લોકો ઓશિકા નીચે પર્સ રાખી સૂતા હોય છે તો વળી કેટલાક રાત્રે પૈસા ગણી અને સૂતા હોય છે. આમ ક્યારેય ન કરવું. ઘરે આવી પૈસા ભરેલું પર્સ જ્યાં ધન રાખતાં હોય તે જગ્યાએ જ રાખવું જોઈએ. તેને ઓશિકા નીચે ક્યારેય ન રાખવું.

કબાટમાં ધન સાથે લોકો ખાણી પીણીની વસ્તુઓ પણ રાખે છે. કેટલાક લોકો તો કબાટના ડ્રોઅરમાં ડ્રાયફ્રૂટ પણ રાખે છે. આમ કરવાથી ધનહાનિ થાય છે. કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ ખુલ્લા પૈસા પર્સમાંથી કાઢી જ્યાં ત્યાં મુકી દેતા હોય છે. આ આદતથી પણ બરકત દૂર થઈ જાય છે.

પર્સમાં પૈસા સિવાય, કાર્ડ, ચાકુ, પહોંચ, દવાના કાગળ, ફોટા રાખવાની આદત પણ ધનહાનિ કરે છે. આ પ્રકારની વસ્તુઓ નકારાત્મક ઊર્જા વધારે છે અને તેનાથી ધનહાનિનો સામનો કરવો પડે છે. તમે જોયું હશે કે લોકો આંગળી થૂંકવાળી કરી અને પૈસા ગણતા હોય છે. આમ કરવું અત્યંત અશુભ છે. જેમને આવી આદત હોય છે તેમની પાસે ક્યારેય પૈસા ટકતા નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer