જો તમારી પાસે પણ પૈસા ના ટકતા હોય તો જાણો તમારી દરિદ્રતાનું કારણ અને આ ઉપાયથી કરો દુર… 

મનુષ્ય જીવનનું વાસ્તુશાસ્ત્ર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. વાસ્તુશાસ્ત્ર ની અંદર વાસ્તુ ને લઈને અનેક એવી માન્યતાઓ ફેલાયેલી હોય છે કે જેથી કરીને તેનો પ્રભાવ મનુષ્ય જીવન ઉપર પડતો હોય છે. ઘણી વખત આપણા ઘરની અંદર રહેલા વાસ્તુદોષના કારણે વ્યક્તિના જીવન પર તેના ખરાબ પ્રભાવ પડતા હોય છે.

અને જે આગળ જતા અનેક નવી સમસ્યાઓ ઉત્પન્ન કરતા હોય છે. જો કોઈ પણ વ્યક્તિના ઘરની અંદર કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો તેના કારણે વ્યક્તિને માનસિક શારીરિક ધન વગેરે પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે.

જો તમને પણ વારંવાર આવી સમસ્યાઓનો સામનો કરવો પડે તેનો સીધો અર્થ એવો છે કે તમારા ઘરમાં પણ વાસ્તુદોષ લાગી રહ્યો છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા કારણો કે જે બની શકે છે તમારા દરિદ્રતાનું કારણ. આ કારણથી ઘરમાં નથી ટકતા પૈસા

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર દક્ષિણ ઉત્તર પશ્ચિમ અથવા તો ઉત્તર પૂર્વ દિશા ને પૈસાની દિશા માનવામાં આવે છે. અને જો આ દિશામાં કોઈ પણ પ્રકારના દોષ ઉત્પન્ન થાય તો તેના કારણે તમારા ઘરની આર્થિક સમસ્યાઓ વધતી જાય છે.

જો ઘરના ઉત્તર પૂર્વ દિશાની અંદર ગંદકી રાખવામાં આવે તો તેના કારણે ઘરની અંદર આર્થિક તંગી સર્જાય છે, અને માતા લક્ષ્મી તમારા ઉપર કોપાયમાન થાય છે. તમારા ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતા નથી આથી હંમેશાં એ માટે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને સ્વચ્છ રાખવું જોઈએ.

જો કોઈ પણ વ્યક્તિના ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં અંધારૂં છવાયેલું રહેતું હોય તો તેના કારણે તેના ઘરમાં ધનહાનિ થાય છે. આથી જો તમારા ઘરમાં પણ આ દિશામાં અંધારું રહેતું હોય તો તે જગ્યાએ તમે યોગ્ય રંગનો લેમ્પ લગાવી શકો છો કે જેથી કરીને ત્યાં રહેલું અંધારું દૂર થઈ જાય.

દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે અને આથી જ ઘરમાં ક્યારેય દક્ષિણ દિશા તરફ તિજોરી ન રાખવી જોઈએ, આમ કરવાથી તમને ધનહાનિ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ની વચ્ચે વધુ વજનદાર વસ્તુ ન રાખવી જોઈએ.

આમ કરવાથી તમારા પરિવારના જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવતી હોય છે. અને સાથે સાથે તમને શારીરિક અને માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે.

ઘર બનાવતી વખતે હંમેશા માટે એક બાબતનું ધ્યાન રાખવું જોઇએ કે તમારું ઘરનું રસોડું ઉત્તર દિશા તરફ મુખ રાખીને ન બનાવવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરની આર્થિક સમસ્યામાં વધારો થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer