ખાલી ૧ મંત્ર બોલીને પણ કરી શકાય છે 12 જ્યોતિલિંગની પૂજા, જાણો કેવી રીતે

એવું માનવામાં આવે છે કે જો વર્ષના પહેલા દિવસની શરૂઆત સારી હોય તો આખું વર્ષ સારું નીકળે છે. આ કારણ છે કે લોકો વર્ષના પહેલા દિવસની શરૂઆત દેવ દર્શનથી કરે છે, વર્ષ ૨૦૧૯ બેસી ગયું છે, ૧ જાન્યુઆરીએ મંગળવાર હતો અને મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. ગ્રંથો અનુસાર હનુમાનજી ભગવાન શિવના જ અવતાર છે. એમ તો ભગવાન શિવના અનેક મંદિર આપણા દેશમાં છે પરંતુ એ બધા મંદિરોમાં 12 જ્યોર્તિલિંગનું વિશેષ મહત્વ છે, તમને જણાવી દઈએ કે ખાલી ૧ સ્તુતિનો પાઠ કરવાથી પણ 12 જ્યોતિલિંગની ઉપાસના કરી શકાય છે. આ સ્તુતિ અને એના પાઠની વિધિના આ પ્રકાર છે.

બાર જ્યોતિર્લીંગની સ્તુતિ:

सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्‌

उज्जयिन्यां महाकालमोंकारं ममलेश्वरम्‌

परल्यां वैजनाथं च डाकियन्यां भीमशंकरम्‌

सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने

वारणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे

हिमालये तु केदारं ध्रुष्णेशं च शिवालये

एतानि ज्योतिर्लिंगानि सायं प्रात पठेन्नर

सप्तजन्मकृतं पापं स्मरेण विनश्यति

કરી રીતે કરો પાઠ

૧. મંગળવારે સવારે સ્નાન કર્યા પછી કોઈ મંદિરમાં થવા પછી ઘરે જ શિવજીની પૂજા કરો.

૨. શિવજીને ધતુરા, બીલી પત્ર, વગેરે ચડાવો અને શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવો.

૩. એના પછી આસન પર બેસીને મનોમન દ્વાદશ જ્યોતિલિંગ સ્તુતિનો પાઠ કરો.

૪. ઓછામાં ઓછો ૧૦૮ વાર આ સ્તુતિનો પાઠ જરૂર કરો.

આ પ્રકારથી સાચા મનથી પૂજા પાઠ કરવાથી તમારી મનોકામના જરૂર પૂરી થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer