પૂ. ભદ્રેશસ્વામીએ ભાષ્ય લખ્યુ અને તે પછી અક્ષરપુરૃષોત્તમ સિધ્ધાંત- વાદગ્રંથ લખ્યો છે. કોઈ પણ ભાષ્યકારે ક્યારેય જો પોતાના સમયમાં જ પોતે જ વાદગ્રંથ રચ્યો હોય તો આ વિશ્વમાં સૌથી પહેલો રેકોર્ડ એ પૂ.ભદ્રેશદાસ સ્વામીનો છે. આ જોઈને પ્રમુખસ્વામી મહારાજ અત્યંત હરખાતા હશે. ભગવાન સ્વામિનારાયણે આપેલો અક્ષરપુરૃષોત્તમ સિધ્ધાંત એટલે અક્ષરરૃપ થઈ પુરૃષોત્તમની દાસભાવે ભક્તિ કરવાનો સિધ્ધાંત. અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને પરબ્રહ્મ એટલે સહજાનંદસ્વામી મહારાજ.
આ તત્વજ્ઞાાનને શાસ્ત્રીય સ્વરૃપ આપવાનું મહાન યશસ્વી કાર્ય બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજે કર્યું. એમના જ સંકલ્પ, આશીર્વાદ અને પ્રેરણાશક્તિથી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત પૂજય ભદ્રેશદાસ સ્વામીએ ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને ભગવત ગીતા પર પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્ય રચ્યા અને પૂ. પ્રમુખસ્વામી મહારાજની તીવ્ર ઇચ્છાઅનુસાર તેઓએ આ સિધ્ધાંતને સમજાવતા ‘સ્વામિનારાયણ સિધ્ધાંત સુધા- પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિતમ્ અક્ષરપુરૃષોત્તમ દર્શનમ્ ” એક વાદગ્રંથની પણ રચના કરી.
પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્ય તથા સ્વામિનારાયણ સિધ્ધાંત સુધા આ બંને ગ્રંથોનું અવલોકન કરી તાજેતરમાં શ્રી કાશી વિદ્વત્ પરિષદના પ્રકાંડ પંડિતોએ અક્ષરપુરૃષોત્તમ સિધ્ધાંત માટે સ્વહસ્તાક્ષરમાં જ લખીને સમર્થન આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની આ એક વિરલ અને ગૌરવસમાન સિદ્ધિ છે. આ પરિષદ સમગ્ર ભારતની નામાંકિત પરિષદ છે. અહીં જે તત્વજ્ઞાાનની પરંપરાને વિદ્વાનો દ્વારા માન્યતા પ્રાપ્ત થાય છે તે જ સર્વત્ર સંમાન્ય બને છે.
વાદગ્રંથ કોઈપણ સંપ્રદાયનું એક ગૌરવશિખર છે. વાદગ્રંથ સદીઓ સુધી જે તે સંપ્રદાયના દાર્શનિક સિધ્ધાંતનો રહસ્ય- ઉદ્દઘાટન કરનારો ગ્રંથ બની રહે છે. પૂ. ભદ્રેશસ્વામીએ પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય લખ્યુ અને તે પછી વાદગ્રંથ- સિધ્ધાંતગ્રંથ લખ્યો છે. કોઈપણ ભાષ્યકારે ક્યારેય જો પોતાના સમયમાં પોતે જ વાદગ્રંથ રચ્યો હોય તો આ વિશ્વમાં સૌથી પહેલો રેકોર્ડ એ પૂ. ભદ્રેશદાસ સ્વામીનો છે. આ જોઈને પ્રમુખસ્વામી મહારાજ અત્યંત હરખાતા હશે.
આ વાદગ્રંથની વિશેષતા એ રહી છે કે જેમાં કોઈ શાસ્ત્રનું ખંડન કરાયુ નથી તેમજ વિતંડાવાદને સ્થાન અપાયુ નથી. નાની ઉંમરે ભદ્રેશદાસ સ્વામીએ ભાષ્યો અને વાદગ્રંથની રચના કરતા કાશીના મૂર્ધન્ય વિદ્વાનો પણ આશ્ચર્યચકિત થયા છે.અમેરિકા ખાતે ગત સપ્ટેમ્બર માસમાં પૂ.મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા સ્વામિનારાયણ સિધ્ધાંત સુધા- વાદગ્રંથ ઉદ્દઘાટિત કરાયો હતો. તાજેતરમાં વડોદરા એમ.એસ. યુનિવર્સિટી ખાતે દેશની ૨૭ પ્રતિષ્ઠિત યુનિ.ના વાઈસ ચાન્સેલર- પ્રતિનિધિઓ દ્વારા મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીનું સન્માન કરાયુ હતુ તેમજ વડોદરામાં એમના ગ્રંથોની નગરયાત્રા પણ યોજાઈ હતી.
પૂ. ભદ્રેશદાસ સ્વામીએ શાસ્ત્ર અભ્યાસમાં ષડ્દર્શનાચાર્ય, પીએચ.ડી, ડી.લીટ ડીગ્રીઓ તેમજ વિશિષ્ટ પ્રદાન બદલ કેસરી દર્શન, વેદાંત કેસરી, દર્શન માર્કંડ, મહામહોપાધ્યાય જેવી માનદ્દ ડીગ્રીઓ હાંસલ કરી અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોર સ્થાન પ્રાપ્ત કર્યું છે. કાશીમાં અક્ષરપુરૃષોત્તમ દર્શનનો ઐતિહાસિક ઉદ્દઘોષ થતાં બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૃપ મહંતસ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદથી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થાના ઇતિહાસનું એક વધુ કીર્તિમાન રચાઈ ગયું.