આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબરના રોજ કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. મહિલાઓ વૈવાહિક જીવનમાં સુખ શાંતિની કામના કરે છે. ચંદ્રના દર્શનની સાથે મહિલાઓ પોતાના સુહાગની પૂજા કરીને દામ્પત્યસુખનો મહિમા વધારે છે. જો તમે પણ કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો તો તમારી પૂજાની થાળીમાં આ ચીજોમાંથી એકને પણ ભૂલશો નહીં. આ તમામ ચીજોનું પૂજામાં ખાસ મહત્વ છે.
- ચાળણી
- માટીના કરવા અને તેનું ઢાંકણું
- માટીનો દીવો
- સિંદૂર
- ફૂલ
- ફળ
- સૂકા મેવા
- રૂની દિવેટ
- ગળી મઠરી
- મિઠાઈ
- ચોખા
- લોટનો દીવો
- તાંબાનો લોટો પાણી ભરેલો
- આઠ પૂરીની અઠાવરી અને હલવો
કરવા ચોથની પૂજાનો સમય :
આ સમય આ વર્ષે 1 કલાક અને 8 મિનિટનો છે. તમે 5:50:03થી 6:58:47 સુધી પૂજા કરી શકો છો. આ શ્રેષ્ઠ મૂહૂર્ત છે.
આ છે
ચંદ્રોદયનો સમય
આ વર્ષે
ચંદ્રોદયનો સમય 20:15:59 એટલે કે
લગભગ 8:15 મિનિટનો
રહેશે.
આ રીતે કરો પૂજા
- સૂર્યોદય પહેલાં ઊઠો અને સરગી રૂપે મળેલી ચીજોનું ભોજન કરો અને ભગવાનની પૂજા કરીને નિર્જળા વ્રત રાખો.
- પીજા માટે સાંજે એક માટીની વેદી પર બધા ભગવાનની સ્થાપના કરો અને તેમાં કરવો રાખો.
- એક થાળીમાં ધૂપ, દીવો, ચંદન, રોલી, સિંદુર અને ઘીનો દીવો રાખો.
- પૂજા ચંદ્ર આવતાંના એક કલાક પહેલાં શરૂ કરો. અનેક મહિલાઓ સાથે મળીને આ દિવસે પૂજા કરે છે.
- પૂજામાં કરવા ચોથની વાર્તા અચૂક સાંભળો.
- ચંદ્રના દર્શન કર્યા બાદ મહિલાઓ પતિના હાથથી જળ પીને વ્રત ખોલે છે.
- આ દિવસે વહુ સાસુને થાળીમાં મિઠાઈ, ફળ, મેવા આપે છે અને તેમની પાસેથી સૌભાગ્યના આર્શિવાદ મેળવે છે.