કરવા ચોથનો તહેવાર ઉજવાય રહ્યો છે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી વય માટે વ્રત રાખે છે. જો કે આજકલ પતિ પણ પોતાની પત્ની માટે વ્રત રાખવા માંડ્યા છે. આખો દિવસ વ્રત રાખ્યા પછી રાત્રે ચાંદને જોઈને વ્રત ખોલવામાં આવે છે. આ દરમિયાન ચંદ્રને અર્ધ્ય આપતી વખતે પૂજાની થાળીમાં કેટલીક વસ્તુઓ હોવી જરૂરી છે. આવો જાણીએ તેના વિશે..
1. આખો દિવસ વ્રત કર્યા પછી દિવસે પૂજા અને કથા સાંભળ્યા પછી સાંજે જ્યારે મહિલાઓ ચંદ્રમાને અર્ધ્ય આપે ક હ્હે તો તેમની પૂજાની થાળીમાં આ વસ્તુઓ હોવી ખૂબ જરૂરી છે. ચારણી, લોટથી બનેલો દિવો, ફળ, ડ્રાયફ્રૂટ, મીઠાઈ અને બે પાણીના લોટા – એક ચંદ્રમાને અર્ધ્ય આપવા માટે અને બીજો એ જેનાથી તમે પહેલા પતિને પાણી પીવડાવો છે અને પછી તે તમને પીવડાવે છે.
2. પતિને પહેલા પાણી એ માટે પીવડાવવામાં આવે છે કારણ કે આપણે તેમને પતિ પરમેશ્વર માનીને પહેલા તેમને ભોગ લગાવીએ છીએ અને પછી આપણે પણ જમીએ છીએ. જે રીતે આપણે નવરાત્રિ, શિવરાત્રિ વગેરે વ્રતમાં પહેલા ભગવાનને ભોગ લગાવીએ છીએ પછી તેને આપણે ગ્રહણ કરીએ છીએ. ઠીક એ જ રીતે કરવાચોથના દિવસે પતિને પરમેશ્વર માનીને પહેલા તેમને ભોગ લગાવાય છે અને પછી ખુદ તેને ગ્રહણ કરવામાં આવે છે. અર્ધ્ય આપનારા લોટાનુ પાણી ન પીવો. પછી તમે પતિને ફ્રૂટ, ડ્રાયફ્રૂટ અને ગળ્યુ ખવડાવો અને પતિ પણ તમને આ બધી વસ્તુઓ ખવડાવે.
3. અર્ધ્ય આપતી વખતે એ ચુંદડી જરૂર સાથે લઈ જાવ.. જે તમે કથા સાંભળતી વખતે પહેરી હતી. ચંદ્રમાને ચાયણીમાં દિવો મુકીને તેમાથી જુઓ અને પછી એ જ ચાયણીથી તરત જ પતિને જુઓ. ચાયણીમાં દીવો મુકવાનો રિવાઝ એટલા માટે બન્યો કારણ કે પહેલાના જમાનામાં જ્યારે સ્ટ્રીટ લાઈટ્સ નહોતી રહેતી તો મહિલાઓ ચાંદ જોયા પછી ચાયણીમાં મુકેલા દીવાના પ્રકાશથી પતિને જોઈ શકે. અનેલ લોકો સળગતા દિવાને પાછળ ફેંકી દે છે. આવુ ન કરવુ જોઈએ. તમે આ લોટના દિવાને ત્યા જ પ્રગટતો મુકી આવો. અનેક લોકો દિવાને ઓલવવુ અપશકુન માને છે પણ એવુ નથી. જો તેજ હવાથી દિવો ઓલવાય પણ જાય તો તેનાથી કોઈ અપશકુન થતુ નથી.
4. ઘરે આવીને સૌ સાથે મળીને ભોજન કરો.
5. એકવાર હંમેશા યાદ રાખો કે કોઈપણ પૂજાના દિવસે સાત્વિક મતલબ લસણ-ડુગળી વગરની ભોજન ખાવામાં આવે છે. તેથી કરવાચોથના દિવસે પણ આવુ જ સાત્વિક ભોજન કરો. કોઈપણ પ્રકારનો તામસિક આહાર ન લો.