ભારત દેશની અંદર અનેક એવા મંદિરો આવેલાં છે, કે જેના રહસ્યો આજે પણ હજી કોઈ પણ વ્યક્તિ સમજાવી શક્યુ નથી. અને ભારતની અંદર એવા પણ અમુક મંદિરો છે કે જે અતિ પ્રાચીન છે, અને તેના સાથે પણ અનેક પ્રકારના ઇતિહાસો જોડાયેલા છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારત દેશના એવા જ એક મંદિર વિશે કે જેનું નામ છે કૈલાસ મંદિર. ભગવાન શંકરનું આ કૈલાસ મંદિર બનાવવા માટે અંદાજે સાડા ત્રણસો વર્ષ જેટલો સમય લાગ્યો હતો, અને ભગવાન શંકરનું આ કૈલાસ મંદિર બનાવવાની શરૂઆત લગભગ છઠ્ઠી શતાબ્દી ની અંદર કરવામાં આવી હતી અને આ કાર્ય પૂર્ણ કરતા કરતા ૧૦મી શતાબ્દી જેટલો સમય લાગી ગયો હતો.
ભગવાન શંકરના આ મંદિરને બનાવવા માટે અંદાજે ૭૦૦૦ જેટલા શિલ્પકારોએ પોતાનો ખૂન પસીનો એક કર્યો હતો. આ ઉપરાંત ૮૫ હજાર ક્યુબિક મીટર જેટલા પહાડને ખોદીને ભગવાન શંકરનું આ કૈલાસ મંદિર બનાવવામાં આવ્યું હતું. કૈલાસ મંદિરની અંદર રહેલ પ્રવેશ દ્વાર 25 મીટર લાંબુ અને 33 મીટર પહોળું છે. એક અનુમાન અનુસાર આ મંદિર બનાવવા માટે ચાર લાખ ટન જેટલા પથ્થરને કાપીને હટાવી દેવામાં આવ્યા હતા.
આ મંદિર બનાવવા અંગે અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે. ઘણા લોકોનું કહેવું છે કે આ મંદિર અંદાજે છ હજાર વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, અને ઘણા લોકોનું એવું કહેવું છે કે આ મંદિર બાર હજાર વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી કોઈ પણ વ્યક્તિ આ મંદિર કયારે બન્યું છે તેનું અંદાજો લગાવી શક્યું નથી. કૈલાસ મંદિરની રચના કોઈપણ જાતના સિમેન્ટ કે ચૂનાનો ઉપયોગ કર્યા વગર જ બનાવવામાં આવી છે. આ મંદિરને એક મોટી એવી ચટ્ટાન માંથી કોતરીને બનાવવામાં આવ્યું છે.
કૈલાશ મંદિરની અંદર અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવી છે. જેની અંદર બધા જ દેવ વૈષ્ણવ, દેવતા, દેવી ગંગા, યમુના, વ્યાસ ઋષિ, વાલ્મિકી ઋષિ, ધનકુબેર, દુર્ગા, ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ પ્રતિમા બનાવવામાં આવી છે. આ ઉપરાંત તેની અંદર માતા સરસ્વતી, ભગવાન શિવ અને વિષ્ણુ ની પૌરાણિક કથાઓ દર્શાવતી મૂર્તિઓ પણ લગાવવામાં આવી છે. સાથે સાથે આ મંદિરની અંદર રામાયણ અને મહાભારતની કથાઓ નું વર્ણન કરતી મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે. ભગવાન કૈલાસ ના આ મંદિરની અંદર ભગવાન શંકર પાર્વતી નંદી અને લિંગ, વાદ્ય વગાડતા શંકર ભગવાન, શતરંજ રમતા શંકર અને પાર્વતી આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓનું વર્ણન પણ આ મંદિરની અંદર ની રહેલી દિવાલોમાં કરવામાં આવ્યું છે.
ઈસ્લામિક આતંકવાદી ઔરંગઝેબે વર્ષ 1682 ની અંદર આ કૈલાસ મંદિરને તોડવા નો આદેશ આપ્યો હતો. અને તેની આત્મા ઉપર ઔરંગઝેબના હજારો સૈનિકોએ આ મંદિરને તોડવા માટે અંદાજે ત્રણ વર્ષ જેટલો સમય લગાડ્યો હતો. પરંતુ અનેક પ્રયત્નો કરવા છતાં તે આ મંદિરની અંદર થોડું પણ નુકસાન પહોંચાડી શકયા ન હતા અને આખરે ઓરંગઝેબે હારીને પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા હતા.