કાજલ મહેરિયાએ પોતાના ફેન્સને આપી ખુશ ખબર, કહ્યું જલ્દી જ બુમ પડાવશે…

આપણા ગુજરાતમાં ઘણા બધા કલાકારો , ભજનિકો અને લોક ગાયકો છે અને આ બધા જ લોકોએ તેમની કલાથી મોટી સંખ્યામાં ચાહક વર્ગ પણ બનાવી લીધો છે. હાલમાં પવિત્ર એવો સાતમ આઠમ અને જન્માષ્ટમીનો તહેવાર ગયો છે

અને આ વિષે કાજલ મહેરિયાએ બધા જ લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ગુજરાતમાં નામચીન કાજલ બેન મહેરિયાએ લાઈવ થઈને તેમના ચાહક મિત્રોને જનમાષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી

અને તેમના બધા જ ચાહક મિત્રોએ તેમને સજેસ્ટ કરેલા ચાહકોના બધા જ ભજનો પણ ગાયા હતા. એવામાં કાજલ બહેન મહેરિયા વારંવાર લાઈવ થઈ ને તેમના ચાહક મિત્રો માતે ઘણા બધા ગીતો પણ લાવતા હોય છે.

કાજલ બેન મહેરિયાએ તેમના ચાહક મિત્રો માટે હાલમાં એક ખુશીના સમાચાર આપ્યા હતા, તેઓએ જણાવ્યું હતું કે, સારેગામાં યૂટ્યૂબ ચેનલમાં એક ગીત આવી ગયું છે અને તેનું નામ પંખી તો ઉડી જવાના અને હાલમાં તે ખુબ જ બુમ પડાવી રહ્યું છે. તેમના તે અગાઉ પણ પહેલા ઘણા બધા ગીતોએ ગુજરાતમાં બુમ પડાવે છે.

કાજલ મહેરિયાએ તેમના ચાહક મિત્રોને એવું કહ્યું હતું કે, માત્ર તેમના જ સપોર્ટથી આજે તેઓ અહીંયા સુધી પહોંચયા છે. તેમના અવાજથી આજે ઘણા બધા લોકો તેમના ચાહકો બની ગયા છે. કાજલ બેન મહેરિયાએ તેમના ચાહક મિત્રોને આ તેમના આવેલા નવા ગીતને જોવા માટે , લાઈક કરવા અને શેર કરવા અપીલ કરી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer