હિંદુ ધર્મમાં પૂજા પાઠ ને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે તેમજ આ ધર્મમાં દરેક દેવી દેવતાઓ ની પૂજા માટે અલગ અલગ વિધાન હોય છે. તેમજ દેવો ના દેવ મહાદેવ એટલે કે ભોળાનાથ એવા દેવતા છે જે ખુબજ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. તેમને પ્રસન્ન કરવા એ ભક્તો માટે ખુબજ સરળ હોય છે. તેમજ જે પ્રકારે તેમને પ્રસન્ન કરવા આસાન છે એટલા જ જલ્દી એ ક્રોધિત પણ થઇ જાય છે. અને તેમનો ક્રોધ સહન કરવો ખુબજ મુશ્કેલ છે. ભગવાન ભોલાનાથ નો ગુસ્સો ખુબજ અદભુદ છે.
તેમજ તમને જણાવી દઈએ કે એવું કહેવામાં આવે છે કે એક વાર બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ જી ની વચ્ચે વિવાદ થઇ રહ્યો હતો જેના કારણે ભગવાન શંકર અત્યાધિક ક્રોધિત થઇ ગયા અને તેમના ક્રોધ થી એક અદભુદ શક્તિ નો જન્મ થયો હતો જેને કાલ ભૈરવ ના નામથી ઓળખવામાં આવે છે.
જે દિવસે કાળ ભેરવ ઉત્પન્ન થયા હતા એ દિવસે કાલાષ્ટમી તિથી હતી, તેમજ ધર્મ શાસ્ત્રો અનુસાર આ દિવસે પુરા ભક્તિ ભાવ થી તેની પૂજા અને વ્રત કરવામાં આવે છે તેમની પૂજા અને વ્રત કરવા માત્ર થી વ્યક્તિને પોતાના જીવનમાં દરેક સુખો ની પ્રાપ્તિ થાય છે. તેના જીવનમાં ક્યારેય કોઈ કષ્ટ અથવા સમસ્યા ઉત્પન્ન નથી થઇ શક્તિ.
દરેક મહિનાના કૃષ્ણ પક્ષની કૃષ્ણ અષ્ટમી તિથી ને કાલાષ્ટમી નો તહેવાર પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોલાનાથ ના અંશ કાલ ભેરવ ની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેને ભગવાન શિવ ના જ અવતાર માનવામાં આવે છે. તેમજ કાલાષ્ટમી ને ભેરવાઅષ્ટમી ના નામથી પણ ઓળખવામાં આવે છે.