મહાભારતમાં બધી વ્યક્તિ પોતાની જાત માં જ મહાન હતા. બધા કોઈ ને કોઈ નો અવતાર હતા અને બધાની પાસે અદ્ભુત શક્તિઓ હતી. કોઈ તેની શક્તિઓનો ઉપયોગ કરી શક્યો તો કોઈ નહિ. કોઈ હારી ગયું તો કોઈ જીતી ગયું કહેવાય છે કે બધા યોધ્યા એક રાત માટે જીવિત થઇ ગયા હતા અને ઈ પણ કહી રહ્યા હતા કે બધા યોધ્યા કલિકાલ માં કોઈને કોઈ નામ થી ફરીથી જન્મ્યા હતા. ચાલો જાણીએ તેના અવતારી, જીવિત અને કલિકાલ માં પુનઃજન્મ ની રોચક વાતો.
અવતારી: ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુ નો આવતર હતા. તો બલરામ શેષનાગ ના અંશ હતા. આઠ વસુઓમાં એક ‘દયુ’ નામક વસુએ જ ભીમ ના રૂપ માં જન્મ લીધો હતો. દેવગુરુ બૃહસ્પતિ એ જ દ્રોણાચાર્ય ના રૂપમાં જન્મ લીધો હતો અસ્વસ્થામાં રૂદ્રનો અવતાર હતા. દુર્યોધન કળિયુગ ના તથા તેના ૧૦૦ ભાઈ પુલસ્ત્ય વંશ ના રાક્ષસ હતા. સૂર્યદેવ ના પુત્ર કર્ણ, ઈંદ્રના પુત્ર અર્જુન, પવનના પુત્ર ભીમ, ધર્મરાજ ના પુત્ર યુધિષ્ઠિર, અને ૨ અશ્વિનીકુમારરો નાસત્ય અને દસ્ત્ર ના પુત્ર નકુલ અને સહદેવ હતા.
એક રાત માટે જીવિત થઇ ગયા હતા મૃત યોધ્યા:
આ તે સમય ની વાત છે જયારે ધુતરાષ્ટ્ર, કુંતી,
વિદુર, ગાંધારી, અને સંજય વન માં રહેતા હતા. એક દુવાસ વનમાં તેને મળવા યુધિષ્ઠિર
ત્યાર પછી ધુતરાષ્ટ્ર ના આશ્રમ માં મહર્ષિ વેદ વ્યાસ આવ્યા. મહર્ષિ વેદવ્યાસે
ધુતરાષ્ટ્ર, ગાંધારી, અને કુંતીને કહ્યું કે આજ હું તમને મારી તપસ્યાનો પ્રભાવ
બતાવીશ. તારી જે ઈચ્છા હોય તે માંગો.
મહર્ષિ વેદવ્યાસે ધ્રુતરાષ્ટ્ર તેમજ
ગાંધારીને દિવ્ય નેત્ર પ્રદાન કાર્ય. પોતાના મૃત પરિજનો ને જોઇને બધા નું મન હર્ષ
થી છવાઈ ગયું. આખી રાત પોતાના મૃત પરિજનો સાથે વ્યતીત કરી બધા ના મન ને સંતોષ
મળ્યો. પોતાના મૃત ભાઈ,પુત્ર, અને પતિઓ તેમજ અન્ય સંબંધીઓને મળીને બધા નો સંતાપ
દુર થઇ ગયો. તેવી રીતે તે અદ્ભુત રાત સમાપ્ત થઇ ગઈ.
પુનઃજન્મ:
ભવિષ્ય પુરણ અનુસાર શિવજી થી યુદ્ધ કરવાના કારણે પાંડવોને કળીયુગમાં પુનઃજ્નમાં લેવો પડ્યો હતો. કહે છે કે જયારે અધીરત ના સમયે અસ્વસ્થામાં, કૃતવર્મા, અને કૃપાચાર્ય ત્રણે પાંડવોના શબ પાસે ગયા અને મનમાં જ શિવજી ની આરાધના કરી શિવે તેને પાંડવોના શરીરમાં પ્રવેશ કરવાની આજ્ઞા આપી. ત્યાર બાદ અસ્વસ્થામાં પાંડવોના શબમાં જઈને શિવજી થી પ્રાપ્ત કરેલી તલવાર થી પાંડવો ના બધા પુત્રોનો વધ કરી નાખ્યું અને ત્યાંથી જતા રહ્યા.
જયારે પાંડવોને આ વાતની ખબર પડી તો તે ભગવાન શિવ થી યુદ્ધ કરવા ગયા. જેવા પાંડવો શિવજી સામે યુદ્ધ કરવા તેની સામે પહોચ્યા તો તેના બધા અસ્ત્ર-શસ્ત્ર શિવજી માં સમાય ગયા. અને શિવજી બોલ્યા તમે બધા શ્રી કૃષ્ણ ના ઉપાસક છો. તેથી તમને આ જન્મ માં તેનું ફળ નહિ મળે પણ કળીયુગમાં ફરી થી જન્મ લઈને ભોગવું પડશે. ભગવાન શિવની આ વાત સાંભળી બધા પાંડવો દુખી થઇ ગયા અને તેના વિષય માં વાત કરવા શ્રી કૃષ્ણ ની પાસે પહોચી ગયા ત્યારે શ્રી કૃષ્ણ એ કહ્યું કે કયો પાંડવ કળયુગમાં ક્યાં અને કોના ઘરે જન્મ લેશે.
કળીયુગમાં કોનો જન્મ ક્યાં થયો, જાણો:
૧. યુધિષ્ઠિરનો જન્મ વત્સરાજ નામ ના રાજા ના પુત્ર ના રૂપમાં થયો તેનું નામ મલખાન હતું.
૨. ભીમ નો જન્મ વિરાણ નામ થી થયો જે વાનરસ નામ ના રાજ્ય ના રાજા બન્યા.
૩. અર્જુનનો જન્મ પરીલોક નામના રાજાને ત્યાં થયો તેનું નામ બ્રહ્માનંદ હતું.
૪. નકુલ નો જન્મ કાન્યકુબ્જ ના રાજા રાત્નાભાનું ને ત્યાં થયો, તેનું નામ લક્ષ્મણ હતું.
૫. સહદેવનો જન્મ ભીમસિંહ નામના રાજાના ઘરે થયો તેનું નામ દેવીસિંહ હતુ.
૬. દાનવીર કર્ણએ તારક નામ ના રાજાના રૂપ માં જન્મ લીધો.
૭. કહે છે કે ધૃતરાષ્ટ્ર નો જન્મ અજમેરમાં પૃથ્વીરાજના રૂપમાં થયો અને દ્રૌપદીએ તેની પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો જેનું નામ વેલા હતું.