આખરે એવું શું કારણ છે કે આ મૂર્તિને બેંગ્લોર લાવીને મંદિર નિર્માણનું કામ હજુ સુધી પૂરું કરી શકાયું નથી. આ છે મૂર્તિની ખાસિયત : ભગવાન વિષ્ણુ ની આ મૂર્તિ માં એના 11 અવતારો ને બતાવવામાં આવ્યા છે.
સાથે જ આ મૂર્તિ માં શ્રીહરિ ની ૨૨ ભુજાઓ છે. શ્રીહરિ ની સાથે એના પ્રિય શેષનાગજી આ મૂર્તિ માં સાત માથા ના ભવ્ય આભામંડળ ની સાથે મોજુદ છે. આ મૂર્તિ નું નિર્માણ સરકાર અથવા કોઈ સંસ્થા દ્વારા નથી કરાવ્યું
પરંતુ એક રીટાયર સરકારી ડોક્ટર એ ભગવાન વિષ્ણુ ના આ સ્વરૂપ ને સ્થાપિત કરવા માટે એમનું સપનું પૂરું કરવા માટે ૫ વર્ષ અઢળક પ્રયાસ કર્યો છે. વજન એ મુખ્ય કારણ છે: પથ્થરની શીલા પર ભગવાન વિષ્ણુ ની આ મૂર્તિ ૬૪ ફૂટ લાંબી છે.
એનો વજન ૩૦૦ ટન છે. આ કારણે આ મૂર્તિ ને બીજી જગ્યા પર લઇ જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.હવે પ્રશાશન આ મૂર્તિ ને ૨૪૦ ટાયર વાળા ટ્રક દ્વારા તીરુવન્નમલઈ થી બેંગ્લોર મોકલાઈ રહી છે. પરંતુ આની યાત્રા એટલી આસન નહિ થાય.
અત્યારે લેશે આટલા દિવસ : ૨૪૦ ટાયરો વાળા ટ્રક પર સવાર થઈને પણ આ મૂર્તિ બેંગ્લોર પહોંચવા માં લગભગ ૫૦ દિવસ લેશે. આ કહેવું છે તિરુવન્નમલઈ ના કલેકટર કે.એસ. કંદસામી નું.કંદ]સામી ને સરકાર ની તરફથી આ કામ પુરા કરવા માટે નોડલ અધિકારી ને જીમ્મેદારી સોપાઈગઈ છે.
ત્રણ દિવસમાં અમુક મીટર ખસી: મુંબઈ સ્થિત ફર્મ લોજીસ્ટીક રેશમા સિંહ ગ્રુપ ના ૩૦ સભ્યો ની ટીમ આ મૂર્તિ ને હટાવવા નું કામ કરી રહ્યા છે.જ્યાં આ મૂર્તિ નું નિર્માણ થયું છે, એ વિસ્તાર માં માટી જ માટી છે, જે કારણે આટલા વજન ની સાથે આગળ વધવામાં મુશ્કેલી આવી રહી છે
અને હાલ માં થયેલા વરસાદ થી આ કામ ને ટીમ માટે ખુબ વધારે મુશ્કેલી પડી ગઈ છે. પ્રથમ ત્રણ દિવસમાં, આ મૂર્તિ થોડી મીટર સુધી પહોંચી શકી. આ ખુબ જ મુશ્કિલ છે: આ મૂર્તિ ને મુખ્ય રોડ સુધી લાવવા માં ૫૦૦ મીટર લાંબો કીચડ ભરેલો રસ્તો નક્કી કર્યો છે.
પછી થેલ્લર-દેસુર રોડ પર પહોંચ્યા પછી આગળ વધવામાં મુશ્કેલી નહિ આવે. રોડ પર પહોંચ્યા પછી જલ્દી નેશનલ હાઇવે ૭૭ પર આ ટ્રક આવી જશે અને અહીંથી પછી બેંગ્લોર ની સફર નક્કી થશે.