જાણો ૫૧ શક્તિપીઠ માંથી એક કામખ્યા મંદિરનું આ ગુપ્ત રહસ્ય જાણીને ઉડી જશે હોશ

૫૧ શક્તિપીઠ માંથી એક છે કામાખ્યા શક્તિપીઠ જે પોતાના ચમત્કારો થી ખુબજ પ્રખ્યાત છે. કામાખ્યા દેવી નું મંદિર તાંત્રિકો અને અઘોરીઓ નો ગઢ માનવામાં આવે છે. કામાખ્યા શક્તિપીઠ ને દરેક શક્તિપીઠોનું મહાપીઠ માનવામાં આવે છે. આ મંદિરમાં દેવી દુર્ગા અથવા માં અંબા ની કોઈ મૂર્તિ અથવા ચિત્ર જોવા નથી મળતું, મંદિરમાં એક કુંડ બનેલો છે જે હંમેશા ફૂલો થી ઢાંકેલો જોવા મળે છે. આ કુંડ માંથી હંમેશા પાણી નીકળે છે.  આ મંદિરમાં માતાના યોની ભાગની પૂજા કરવામાં આવે છે અને માતા અહી રજસ્વલા પણ થાય છે. મંદિર સાથે જોડાયેલ બીજી પણ ઘણી બધી રોચક વાતો છે ચાલો જાણીએ.

ધર્મ પુરાણો અનુસાર માનવામાં આવે છે કે આ શક્તિપીઠ નું નામ કામખ્યા એટલા માટે પડ્યું કે આ જગ્યા પર ભગવાન શિવ નો માતા સતી પ્રત્યે મોહ ભંગ કરવા માટે ભગવાન વિષ્ણુ એ પોતાના ચક્ર થી સતીના ૫૧ ભાગ કર્યા હતા. જ્યાં જ્યાં આ ભાગ પડ્યા ત્યાં માતાનું શક્તિ પીઠ બન્યું અને આ જગ્યા એ માતાની યોની પાડી હતી. જે આજે ખુબજ શક્તિશાળી પીઠ છે.

૧. મનોકામના પૂર્ણ કરવા માટે અહી કન્યા પૂજન તેમજ ભંડાર કરવામાં આવે છે. તેની સાથે જ અહી પશુઓની બલી આપવામાં આવે છે. પરંતુ માદા જાનવરો ની બલી નથી ચડાવામાં આવતી.

૨. કાળી અને ત્રિપુરા સુંદરી દેવી પછી કામાખ્યા માતા તાંત્રિકો ની સૌથી મહત્વપૂર્ણ દેવી છે. કામખ્યા દેવી ની પૂજા ભગવાન શિવના નવવધૂના રૂપમાં કરવામાં આવે છે. જે ભક્તોની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે.

૩. મંદિરના પરિસરમાં જે કોઈ પણ ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે તેમની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આ મંદિરની બાજુમાં લાગેલા એક મંદિર માં માતાની મૂર્તિ છે જેને કામાંદેવી મંદિર કહેવાય છે.

૪. માનવામાં આવે છે કે અહીના તાંત્રિક ખરાબ શક્તિઓ ને દુર કરવામાં પણ સમર્થ છે. તેઓ પોતાની શક્તિઓ નો ઉપયોગ ખુબજ સમજી વિચારીને કરે છે. કામાખ્યા ના તાંત્રિક અને સાધુઓ ચમત્કાર કરવામાં સક્ષમ છે. ઘણા લોકો લગ્ન , બાળકો, ધન વગેરેની ઈચ્છા પુરતી માટે કામખ્યા ની તીર્થ યાત્રા પર જાય છે.

૫. કામખ્યા મંદિર ત્રણ ભાગમાં બનેલું છે. પહેલો ભાગ સૌથી મોટો છે. તેમાં દરેક લોકોને નથી પ્રવેશ મળતો. બીજા ભાગમાં માતાના દર્શન થાય છે જ્યાં એક પથ્થર માંથી હંમેશા પાણી નીકળે છે. માનવામાં આવે છે કે મહિનામાં ત્રણ દિવસ માતા રજસ્વલા થાય છે. આ ત્રણ દિવસ મંદિરના દરવાજા બંધ રહે છે. ત્રણ દિવસ પછી ધામ ધૂમથી મંદિરના દરવાજા ખોલવામાં આવે છે.

૬. આ જગ્યા ને તંત્ર સાધના માટે સૌથી મહત્વપૂર્ણ જગ્યા માનવામાં આવે છે. અહી સાધુ અને અઘોરીઓ આવતા રહે છે. અહી ખુબજ વધારે માત્રા માં કાળો જાદુ થાય છે. જો કોઈ વ્યક્તિ કળા જાદુથી પરેશાન હોય તો તેનો ઈલાજ પણ અહી થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer