આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારથી લઈને દરેક મંદિરોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ભારતમાં એવા કેટલાયે ખાસ મંદિરો આવેલા છે જ્યાં ગણેશજી સાક્ષાત સ્વરૂપે બીરાજ્યા છે અને ભક્તોને પાવન દર્શનનો લાભ આપે છે. ભગવાન ભોલેનાથ અને માતા ઉમિયાના લાડકા પુત્ર ગણેશજીનો ઉત્સવ ચાલી રહ્યો છે. ભાવિકો આતુરતાથી આ તહેવારની રાહ જોતા હોય છે. ફક્ત ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં ગણેશ મહોતસ્વને ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે.
આજે આપણે એવા જ એક ખાસ મંદિરની વાત કરી રહ્યા છીએ આ મંદિર છે કનિપકમ ગણેશ મંદિર. આ મંદિરનો ઇતિહાસ ખુબજ પ્રાચીન છે આ મંદિરની સ્થાપના 11મી શતાબ્દીમાં ચોલના રાજા ‘કલોથુંગા’એ કરી હતી. આ મંદિર ભગવાન ગણેશજીના બીજા મંદિરોથી ખુબજ અલગ અને અનોખું છે. આ મંદિરની વચોવચ એક નદી ખળ ખળ વહે છે. જે આ મંદિરને એક અલગ જ સુંદરતા આપે છે.
મંદિરમાં છે અનોખી મૂર્તિ : આ મંદિરમાં ગણેશજીની ખુબજ વિશાળ અને સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે આ મૂર્તિ સતત વધી રહી છે, સાંભળીને આશ્ચર્ય લાગે અથવા તો માન્યામા ન આવે પણ આ વાત એટલીજ સાચી છે. ગણેશજીની મૂર્તિનું પેટ સતત વધી રહ્યુ છે. આ જ કારણે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે.
દરેક મનોકામના પૂર્ણ કરે છે આ મૂર્તિ આ મંદિરની ખાસિયત ફક્ત ગણેશજીની મૂર્તિનો આકાર જ નથી પણ સાથે સાથે એ છે કે દરેક મનોકામના પૂર્ણ કરે છે આ મંદિર. મંદિરમાં વચોવચ આવેલ નદીમાં ડૂબકી લગાવી જે ઇચ્છા કરો તે પૂર્ણ થાય છે.