માં કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં

શ્રી કનકાઈ માતાજીનું મંદિર જૂનાગઢના મધ્ય ગીરમાં આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. કનકાઈથી સાસણ, વિસાવદર અને અમરેલીની વચ્ચે છે. જંગલ વિસ્તારની વચ્ચોવચ આવેલું હોવાથી વરસાદની ઋતુમાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે દિવસ દરમિયાન જવું પડે છે કારણકે જંગલ ખાતાની ચેકપોસ્ટથી સાંજે 7 વાગ્યા પછી અવરજવરની મનાઈ છે. તેમજ સાસણ ગીરમાં સિંહ સહિતના જંગલી પ્રાણીઓની ઉપસ્થિતિને લીધે તકેદારી જાળવવી પડે છે.

મા કનકાઈનો જે ઇતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ આઠમી સદીમાં વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ નગરીની સ્થાપના કરી હતી. માં કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં.

બીજી એક લોકવાયકા એવી પણ છે કે, વળાના મૈત્રક વંશનાં કનકસેન અયોધ્યાનાં સુર્યવંશી રાજવી હતાં. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો અને વંશજ વિજયસેને વિજયપુર (ધોળકા) વસાવ્યું. વિજયસેનના વંશજ ભટ્ટાર્કે વલ્લભીપુરની સ્થાપના કરી અને કનકસેને મધ્ય ગીરમાં આવીને કનકાવતી નગરી વસાવી. આથી શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી હતી. આ મંદિર નું નિર્માણ આશરે 12મી સદીમાં થયું હોવાનું મનાય છે.


આરતીનો સમયઃ સવારે 7.00 મંગળા, સાંજે 5.15 સંધ્યા
દર્શનનો સમયઃ સવારે 6.30થી સાંજે 6.00
મુખ્ય આકર્ષણોઃ શ્રી કનકાઈ મંદિર, શ્રી બાણેજ મંદિર 

નજીકના મંદિરો

1). શ્રી બાણેજ મંદિર (જંગલમાં) -32 કિમી.
1). શ્રી તુલસીશ્યામ મંદિર, ઉના -42 કિમી.
1). શ્રી ગંગેશ્વર મહાદેવ, દીવ- 71 કિમી
1). શ્રી સોમનાથ મહાદેવ, સોમનાથ- 73 કિમી.

વિશેષ મહત્વ: દર મહિનાની પૂનમે માતાજીના દર્શનનો વિશેષ મહિમા છે. જો કે, સાંજે 6 વાગ્યા પહેલાં મંદિર છોડવું જરૂરી છે કારણ કે તે જંગલ વિસ્તારમાં છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer