પ્રાચીન સમયમાં કપિલમુનિએ ભાદરવા વદ-૬ના દિવસે અહીં તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી. સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન કતારગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે. તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલમુનિએ આ જગ્યાએ યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કરેલા. સૂર્યદેવે કપિલમુનિને વરદાન સ્વરૂપે પોતાના તેજરુપી શિવલિંગને અહીં પ્રગટાવ્યું હતું.
કંતારેશ્વર મહાદેવ મંદિરમાં એક વિશાળ કુંડ આવેલો છે. તેમાં ઊતરવાં માટે પગથિયાં બનાવવામાં આવેલાં છે. કુંડના દર્શનથી લાખો લોકો પાવન થાય છે. કુંડની આજુબાજુમાં અનેક નાની મોટી ભગવાનની દેરીઓ આવેલી છે. ઐતિહાસિક અને પુરાણા કંતારેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં કુંડ આવેલો છે, કુંડના ફરતે ચારે બાજુ સંતો ભક્તો તથા વિષ્ણુ ભગવાનના અવતારોની પ્રતિમાઓ આવેલી છે. ભાવિક ભક્તો દર્શનથી ધન્યતા અનુભવે છે.
દર્શનનો સમય: સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી, બપોરના ત્રણ વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી
કેવી રીતે પહોંચવું: સુરત રેલવે સ્ટેશન-બસસ્ટેશનથી કતારગામ સુધીની ઓટો કે અન્ય વાહનો મારફતે
નજીકનાં મંદિરો: હનુમાન મંદિર, વેડ રોડ ગુરુકુળ, કંથીરિયા હનુમાન મંદિર
સરનામું: કંતારેશ્વર મહાદેવ મંદિર, કતારગામ, સુરત
- કુંડના ફરતે ચારે બાજુ સંતો ભક્તો તથા વિષ્ણુ ભગવાનના અવતારોની પ્રતિમાઓ આવેલી છે
- અહીં ઐતિહાસિક અને પુરાણા કંતારેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં કુંડ આવેલો છે
- પ્રાચીન સમયમાં કપિલમુનિએ ભાદરવા વદ-૬ના દિવસે અહીં તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી.