મહાભારતનો સૌથી પરાક્રમી યોદ્ધા, જે શ્રાપો ના કારણે થયો પરાજિત

મહાભારત સંસારનો સૌથી મોટો ધર્મ ગ્રંથ છે. આ એક ઐતિહાસિક ઘટના છે, કારણકે તેના પુરાવા આજે પણ હાજર છે. હિન્દુસ્તાનમા જ નહિ પરંતુ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન અને શ્રીલંકામાં પણ તેના પુરાવા જોવા મળે છે.

મહાભારત કાળથી આખુ વિશ્વ હિન્દુસ્તાનના નામથી ઓળખાતું હતું. આ યુધ્ધમાં દુનિયાના સમસ્ત યોધ્ધાઓ એ હિસ્સો લીધો હતો. પરંતુ તેમાંથી સૌથી શક્તિ શાળી યોદ્ધા કોઈ હોય તો એ હતો કર્ણ. કર્ણનું આખું જીવન શ્રાપિત જ હતું. જન્મ થી લઈને નિધન સુધી તેને ખુબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.

જો સૂર્ય પુત્ર ને શ્રાપ ના મળ્યો હોત, તો તેને હરાવવો ખુબજ મુશ્કેલ કામ હતું. તેને પરશુરામ દ્વારા શ્રાપ મળ્યો હતો કે જયારે તેને બ્રહ્માસ્ત્ર ની સૌથી વધુ જરૂરિયાત હશે ત્યારેજ તે એનો ઉપયોગ કરવાની વિધિ ભૂલી જશે. અને બીજું ઋષિના શ્રાપ દ્વારા એ મજબુર થઇ ગયો હતો. જયારે તેને રાક્ષસનો વધ કર્યો ત્યારે તેને ભૂલથી એક ગાયની હત્યા કરી નાખી હતી.

આ કએર્નથી સૂર્ય પુત્રનું યુદ્ધ ભુમીમાં થયું હતું મૃત્યુ:

કર્ણ એક દાનવીર અને શુરવીર યોદ્ધા હતો, સૂર્ય ભગવાનના આશીર્વાદથી તે જન્મ્યો ત્યારેજ કવચ અને કુંડળ પોતાની સાથે લઈને જન્મ્યો હતો અને એનામ એટલી બધી તાકાત હતી કે તેને કોઈ સામાન્ય વ્યક્તિ તો શું મહાન યોધ્ધાઓ પણ તેની સામે હાંફી જતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ના દિલ માં કર્ણ માટે વિશેષ જગ્યા હતી. તેથી તેને સૂર્યપુત્ર ને અંતીમ સંસ્કાર ખુદ કર્યા હતા અને કર્ણ ને મોક્ષ આપ્યો હતો. જો કર્ણ ને ઋષીઓ દ્વારા શ્રાપ ના મળ્યો હોત તો કર્ણને હરાવી શકે એવું આ દુનિયામાં કોઈ ના હતું. કર્ણ એટલો શક્તિશાળી હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer