કર્ણ એક ખુબજ મહાન અને દાની યોધ્ધા હતો. પરંતુ કર્ણ એ કુરુક્ષેત્રમાં પોતાના પાંડવ ભાઈ ઓ નો સાથ છોડીને કૌરવોનો સાથ આપ્યો હતો. અને કર્ણ સાથ આપવા છતાં એવું તે શું થયું હશે જે ભગવાન શ્રી કૃષ્ણ એ તેના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા,
ચાલો જાણીએ… કુંતી અને સૂર્ય નો પુત્ર કર્ણ જેને કુંતીએ અવિવાહિત હતી ત્યારે જન્મ આપ્યો હતો. અને એક રથના સારથી એ કર્ણ નું પાલન પોષણ કર્યું હતું. તેથી કર્ણ સુતપુત્ર કહેવાયો હતો.
કુવારી માતાથી જન્મ અને સારથી ના દ્વારા ઉછેર થવાના કારણે કર્ણ ને ક્યારેય પણ માણ સમ્માન ના મળ્યું અને ના તો પોતાનો અધિકાર મળ્યો. અને સુત પુત્ર હોવાના કારને જ કર્ણ દ્રૌપદીને પોતાની જીવન સંગીની બનાવવા ઈચ્છતી હતી તેણે પણ તેને ના પાડી દીધી હતી.
આ બધા કારણોના લીધે જ કર્ણ પાંડવોને ખુબજ નફરત કરતો હતો. અંને તેથી જ તેણે કૌરવો ને સાથ આપ્યો હતો. ભગવાન કૃષ્ણ જ તેના મૃત્યુનું કારણ બન્યા હતા. કૃષ્ણ એ જ અર્જુનને કર્ણ ના મૃત્યુની રીત જણાવી હતી.
ભગવાન કૃષ્ણ એ કર્ણ પાસે થી દાનમાં તેના સોનાના દાંત માંગી લીધા હતા અને તેણે ભગવાન કૃષ્ણને એ અર્પણ કરી દીધા હતા. અને તેની એ જ દાનવીરતા થી ખુશ થઈને ભગવાન કૃષ્ણ એ તેને વરદાન માંગવા કહ્યું હતું.
અને પછી કર્ણ એ વરદાન ના રૂપમાં પોતાની સાથે થયેલ અન્યાય ને યાદ કરીને ભગવાન કૃષ્ણને તેના આગલા જન્મમાં પોતાના વંશ ના લોકોનું કલ્યાણ કરવા કહ્યું. અને બીજા વરદાન ના સ્વરૂપે ભગવાન કૃષ્ણ ને બીજો જન્મ પોતાના જ રાજ્યમાં લેવા માટે કહ્યું
અને પછી ૩ વરદાન ના રૂપમાં જણાવ્યું કે પોતાના અંતિમ સંકર કોઈ એવા વ્યક્તિ કરે જેને કોઈ પાપ ના કર્યું હોય. જે પાપ થી મુક્ત હોય. અને ભગવાન કૃષ્ણ એ કર્ણના બધાજ વરદાન સ્વીકાર કાર્ય.
પરંતુ ત્રીજા વરદાન થી ભગવાન થોડા દુવિધા માં હતા. અને એ એવી જગ્યા વિચારવા લાગ્યા જ્યાં કોઈ પ્રકારનું પાપ ના થયું હોય. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે એવું કોઈ યાદ ના આવ્યું
જેનાથી કોઈ પાપ ના થયું હોય. અને કર્ણના આ વચન નું પાલન કરવા માટે તેને પોતે જ કર્ણ ના અંતિમ સંસ્કાર કર્યા હતા. અને કર્ણ ને આપેલ પોતાનું વરદાન પૂર્ણ કર્યું હતું.