ચોકાવી નાંખે તેવો એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના કરોડપતિ પિતાની પુત્રીનું આખું જીવન ડ્રગ્સની લતમાં આવીને બરબાદ થઈ ગયું છે. જાણવા મળ્યું છે કે નિશા (નામ બદલ્યું છે) શ્રીમંત પરિવારની પુત્રી હતી અને એક પછી એક. નિશા તેના પિતાના બિઝનેસ અને કરોડોની સંપત્તિની એકમાત્ર વારસદાર હતી. પિતાની કરોડોની આવક અને લાડના કારણે નિશા પણ વૈભવી જીવનશૈલી જીવતી હતી.
નિશાના મોટાભાગના મિત્રો યુવાન હતા. જેના કારણે નિશા મોડી રાત સુધી મિત્રો સાથે ફરતી હતી. દરમિયાન નિશાના પર્સમાંથી સિગારેટના પેકેટ આવવા લાગ્યા.નિશાની માતાને પણ આ વાતની ચિંતા થઈ અને તેણે નિશાના પિતાને આ અંગે જાણ કરી. પિતાએ તેના પર ધ્યાન આપ્યું નહીં અને મા એ પોતાની રીતે જીવવા માટે રોક ટોક બંધ કરી દીધી. પરંતુ સિગારેટનું આ વ્યસન નશાની લત સુધી પહોંચી ગયું હતું. એટલે તે સિગારેટ પીવાની સાથે-સાથે ડ્રગ્સના વ્યસની બની ગઈ હતી
નિશાના વ્યસનના કારણે તેની સાથે ફરતા યુવકો ઘણી વખત નિશા સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. જેના કારણે ગર્ભવતી બની હતી. જેથી તેને ગર્ભપાત કરાવવાનો વારો આવી પોહ્ચ્યો હતો. આ દરમિયાન નિશાની માતાને નિશા પાસેથી ગર્ભપાતની ગોળીઓ પણ મળી આવી હતી. અને ગર્ભપાત પણ કરાવ્યો તેની પણ જાણ થઈ હતી. મોટા ઉદ્યોગપતિના યુવાનોએ જ નિશાને ડ્રગ્સની વ્યસની બનાવી દીધી હતી તે ડ્રગ્સની એક પડીકી બદલ પોતાનું શરીર બીજા યુવકને સોંપી દીધી હતી. આમ નશાની લતને કારણે નિશા ત્રણ ત્રણ વાર ગર્ભવતી થઈ ગઈ હતી…
તે પછી, પરિવાર વધુ આઘાતમાં હતો કારણ કે તેમને ખબર ન હતી કે હવે શું કરવું. આ વખતે નિશાને એક અર્ધ નગ્ન વિડિયો મળ્યો જેમાં ત્રણ-ચાર યુવકો તેને પકડી રહ્યા હતા. આ જોઈને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેના કારણે નિશાના પિતાએ તેમના અંગત મિત્રને નિશા વિશે જણાવ્યું હતું. આ મિત્ર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ પાસે લઈ ગયો, જેને તે ઓળખતો હતો. આ બધું જોઈને પીઆઈ પણ ચોંકી ઉઠ્યા હતા.
આ પછી પીઆઈ દ્વારા આ યુવકોને બોલાવવામાં આવ્યા હતા..યુવક પણ મોટા પરિવારનો હતો. જેથી પરિવારજનો તેને બચાવવા આવ્યા હતા. છતાં યુવાનોને પોલીસના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ સાથે પીઆઈએ યુવકને બચાવવા આવેલા લોકોને ફોન કરીને આ વીડિયો બતાવ્યો હતો. જેના કારણે યુવકને બચાવવા આવેલા લોકો શરમથી માથું ઝુકી ગયા હતા.નિશાને અન્ય રાજ્યના રિહેબીલીટેશન સેન્ટરમાં મોકલવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ વિશે નિશા માતાએ કહ્યું, ‘મને તે દિવસ યાદ આવે છે અને મારું શરીર ધ્રૂજે છે. મારી નિશા સવારે મોડેથી જાગી હતી અને હું તેના રૂમમાં કપડાંધોવા માટે કપડાં લેવા તેના બાથરૂમમાં ગઈ. અત્યારે મેં તેની પેન્ટીમાં લોહીના ડાઘા જોયા હતા.. મેં વિચાર્યું હશે કે કોઈ સ્ત્રીની સમસ્યા છે.. પણ તેના રૂમમાંથી એક ગોળીનું પેકેટ મળ્યું.પરંતુ તે ગોળી ગર્ભપાત માટે હતી.આ દ્રશ્ય જોઈને મને પરસેવો છૂટી ગયો. અમે નિશાનને હોસ્પિટલ લઈ ગયા અને જાણવા મળ્યું કે ગઈકાલે તેનું અબોર્શન થયું છે..આ જાણીને અમારા પરિવારને પણ આઘાત લાગ્યો હતો.નિશાને ડ્રગ્સની લત લાગી ગઈ હતી તેને કોઈની સાથે સેક્સ કર્યું, ગર્ભવતી થઈ અને ગર્ભપાત કરાવ્યો.”