12 મી નવેમ્બરના રોજ ભગવાન વિષ્ણુએ લીધો હતો મત્સ્ય અવતાર, આ દિવસે ઉજવાશે દેવ-દિવાળીનો તહેવાર

આપણે બધા ભગવાન વિષ્ણુ વિશે તો જાણીએ જ છીએ, ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર પણ લીધો હતો. એ જ દિવસે ગુરુનાનક દેવ ની જયંતી પણ ઉજવવામાં આવે છે. આ દિવસ ત્રિપુરારી પૂર્ણિમાનો દિવસ છે. મંગળવાર, 12 નવેમ્બરે કારતક મહિનાની પૂનમ છે. આ પૂનમનું હિન્દુ ધર્મમાં મોટું મહત્વ હોય છે. તેને લીધે આ દિવસે શિખ ધર્મના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ છે. જાણો આ પૂનમનું મહત્વ અને આ દિવસે કયા-કાય શુભ કામ કરી શકાય છે, તો ચાલો જાણી લઈએ દેવ દિવાળી વિશે અને પૂનમનું મહત્વ..

કારતક પૂનમનું મહત્વ

હિન્દુ પંચાંગ પ્રમાણે કારતક મહિનાની પૂનમને ત્રિપુરારી પૂનમ અને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. પ્રાચીનકાળમાં આ તિથિના દિવસે જ ત્રિપુરાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો, તેને લીધે તેને ત્રિપુરારી પૂનમ કહે છે. એ સિવાય માન્યતા છે કે કારતક પૂનમે જ ભગવાન વિષ્ણુએ મત્સ્યાવાતાર પણ લીધો હતો. આ તિથિના સંબંધમાં બીજી એક માન્યતા પણ છે કે આ દિવસે દેવતાઓની દિવાળી હોય છે. એટલા માટે તેને દેવ દિવાળી પણ કહે છે. આ દિવસે કારતક મહિનાનું સ્નાન સમાપ્ત થઈ જશે. કારતકી પૂનમે પવિત્ર નદીઓમાં સ્નાન, દીપદાન, પૂજા, આરતી, હવન અને દાનનું મહત્વ હોય છે.

પૂનમના દિવસે કરવામાં આવતા શુભ કાર્યો

ભગવાન વિષ્ણુ માટે સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ.

આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન પછી દીપદાન, પૂજા, આરતી અને દાન કરવામાં આવે છે.

કારતક પૂનમે ગરીબોને ફળ, અનાજ, દાળ, ચોખા, ગરમ વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ.

કારતક પૂનમે સવારે વહેલાં ઊઠવું જોઈએ. પાણીમાં થોડું ગંગાજળ મેળવીને સ્નાન કરવું. સ્નાન કરતી વખતે બધા તીર્થોનું ધ્યાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું.

શિવલિંગ પર જળ ચઢાવીને ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરી અભિષેક કરી કર્પૂર પ્રગટાવી આરતી કરવી. શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની પણ વિશેષ પૂજા કરો.

પૂનમના દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer