વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામજી એ પોતાની અનન્ય શિવ ભક્તિ માં કાવડ પરંપરા ની શરૂઆત કરી. તેઓ ગંગાજી નું જળ પોતાની કાવડ માં ભરી દરરોજ શિવ અભિષેક કરતા હતા.
રામાયણ માં પણ રાવણ અને શ્રી રામ બંને ને પરમ શક્તિશાળી બનાવ્યા હતા. અને બંનેએ કાવડિયા બનીને શિવજી નો અભિષેક કર્યો હતો. કહેવાય છે એક આ યાત્રા થી મનુષ્ય એક તપ માથી પસાર થાય છે. જેનાથી આત્મવિશ્વાસ અને મનમાં સંતોષ મળે છે. યાત્રા પૂર્ણ થવા પર વ્યક્તિત્વ માં નીખર આવે છે. કાવડ યાત્રા પૂર્ણ કરવાથી મનુષ્ય માં સંકલ્પ શક્તિ વધી જાય છે.
જાણો શું છે કાવડનો અર્થ?
કાવડ ને કંવર પણ કહેવાય છે જેનો અર્થ થાય છે ખભા. આ કાવડ માં ખભા ની વિશેષ ભૂમિકા હોય છે. તેને ખભા ના સહારે જ પવિત્ર જળ ની કાવડ લાવવા માં આવે છે. ખભા કાવડ ના સંતુલનનું કામ કરે છે. શિવ ભક્ત પોતાના ખભા પવિત્ર જળ નો કળશ પગપાળા યાત્રા કરીને ઇષ્ટ શિવલિંગ સુધી પહોચાડે છે.ધાર્મિક માન્યતાઓ માટે આખા વિશ્વ માં અલગ ઓળખાણ રાખનારા ભારતવર્ષ માં કાવડ યાત્રા દરમિયાન ભોળા ના ભક્તો માં અદભુદ આસ્થા, ઉત્સાહ અને અગાધ ભક્તિ ના દર્શન હોય છે.
કાવડિયાનું રૂપ અને પોષક :
ભોલે બાબા ને મનાવવા માટે કાવડિયા રંગ બેરંગી પોષક પહેરે છે. અને સૌથી વધારે પહેરવામાં આવે છે ભગવો પોષક ભગવો રંગ હિન્દુત્વ નું પ્રતિક છે. આ યાત્રા દરમિયાન કોઈ પણ નશો ન કરવો અને સાદું ભોજન તેમજ ઉચ્ચ વિચાર રાખવા જોઈએ. જ્યાં સુધી બની શકે મનમાં ભોલાનાથ નો જય જય કાર રટ્યા કરવો. પોતાની કાવડ ને ક્યારેય જમીન પર ન રાખવી જોઈએ. અને ન તો તેમાંથી પાણી નીચે ઢોળાય તેનું ધ્યાન રાખવું જોઈએ.