મદિરા પાન કરતા કાલ ભૈરવનું મંદિર તો વિશ્વ પ્રસિદ્ધ છે, એની સાથે સાથે એક દેવી મંદિર એવું પણ છે જ્યાં દેવી માં ભક્તો દ્વારા ચડાવવામાં આવેલ મદિરાનું પાન કરે છે. આ મંદિર રતલામ શહેરથી લગભગ ૩૨ કિલોમીટર દુર સાતરુંડા ગામમાં આવેલું છે.
અહી માં માતા કવલકા નામથી ભક્તોમાં પ્રસિદ્ધ છે. એવા ચમત્કારોને જોઇને માતા કવલકા માં આસ્થા અને શ્રદ્ધા વધી જાય છે. દુરથી દુરથી ભક્તો માં ના દર્શન કરવા અને એમનો પ્રસાદ ચડાવવા આવે છે.
કહેવાય છે કે માં મદિરા પાન કરવા માટે ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિરમાં માં કવલકા ની સાથે કાલ ભૈરવ, કાળી માં અને ભગવાન શિવ બિરાજમાન છે.
અહી ફક્ત એકલી માં કવલકા જ મદિરા પાન કરતી નથી પરતું એની સાથે સાથે માં કાળી અને ભૈરવનાથ પણ આ મદિરા પાન કરે છે. મદિરાનો પ્યાલો હોઠ પર લાગતા જ પ્યાલો ખાલી થઇ જાય છે.
પ્રસાદના રૂપમાં બોટલમાં બચેલી મદિરા ભક્તોને વહેચી દેવામાં આવે છે. ભૂત પ્રેતથી પ્રભાવિત મનુષ્યોનો પણ આ મંદિરમાં ઈલાજ કરવામાં આવે છે, ભક્તો પોત પોતાની રીતે માં ને ભોગ લગાવવા આવે છે.
કોઈ પોતાની રીતે તો કોઈ ચાલીને આ મંદિરની યાત્રા કરે છે. ભક્તોની ભીડ નવરાત્રી અને હરિયાળી અમાવસ્યા પર વધારે હોય છે. મંદિર ૩૦૦ વર્ષ જુનું બતાવવામાં આવે છે
અને માં મદિરાની પ્રસાદી મંદિર નિર્માણના સમયથી જ કરી રહી છે. અહી આવીને નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થઇ જાય છે અને પછી ભક્ત બલિદાન અને એમના નવ બાળકના વાળ ઉતારીને માનતાને પૂર્ણ કરે છે.