કૌતુહલથી ભરેલો છે આ બોલતો પહાડ, જાણો દુનિયાનો સૌથી રહસ્યમયી પહાડ વિષે 

આ પહાડ ને બનાવવાની વિવિધ માન્યતાઓ છે. આ સંપૂર્ણ વિસ્તાર માળવા ના આજુબાજુ આવે છે. આ પહાડ ને જોયા પછી તમે આ પહાડ કરવા ને બદલે કહેશો કે આ તો વપરાય ગયેલા પથ્થરો ના પીલ્લોર નો ઢગલો છે.

આને અમુક લોકો વંડર ઓફ નેચર કહે છે તો અમુક લોકો ના અનુસાર આ પીલ્લોર ભીમ એ લાવીને રાખ્યા હતા. નેચર ઓફ વંડર :- અમુક લોકો ને અનુસાર આ પ્રાકૃતિક રૂપ થી બનેલો પહાડ છે.

આ ખડકો અને લાકડીઓ લોખંડ ની બનેલી દેખાય છે પરંતુ આ પથ્થરો, માટી અને ખનીજો થી બનેલી છે. અહિયાં જમીનથી ૫૦-૬૦ ફૂટ ઉંચી પથ્થરો ની લાંબી લાંબી ખડકો છે જે કોઈ મોટી લાકડીઓ ને ભૂમિ ની સાથે હોવાનો આભાસ આપે છે. આ લગભગ એક જેવા શેપ અને સાઈઝ માં છે.

એવું લાગે છે કે આને કોઈ ફેક્ટરી માં બનાવીને અહિયાં લગાવી દીધા હોય અથવા કોઈ આર્કિટેક્ચર એ આર્કિટેક કર્યું હોય. અજીબ અવાજ કરે છે આ ખડકો :- આ ખડકો ને કોઈ નાના પથ્થર અથવા ધાતુ થી વગાડવા પર એમાંથી લોખંડ ની લાકડીઓ નો અવાજ સંભળાય છે.

ક્યાંક ક્યાંક આમાંથી ઘંટડી ના અવાજ જેવો અવાજ પણ નીકળે છે. પાંડવો એ બનાવ્યું :- જનશ્રુતિ છે કે મહાભારતકાળ માં આ વન પ્રદેશ માં પાંડવો એ અજ્ઞાતવાસ હેતુ દ્વારા ભ્રમણ કર્યું હતું અને ભીમ એ ૩ ફૂટ ગોળાઈ ના ૧૦ થી ૩૦ ફૂટ લાંબા બીમ આકાર ના લોખંડ પથ્થર ભેગા કર્યા હતા.

જે સાત સ્થાનો પર સાત પહાડીઓ ના રૂપ માં છે. આ પહાડીઓ ની ઉંચાઈ ૪૦-૫૦ ફૂટ ની છે. ભીમ નો ઉદેશ્ય આ પથ્થરો થી સાત મહેલ બનાવવાનો રહ્યો હશે, એવું માનવામાં આવે છે. પ્રસિદ્ધ પુરાતત્વવિદ પ્રો. વાકણક એ પણ પહાડો ને આ પથ્થરો નું અનુસંધાન કર્યું હતું.

નર્મદા પરિક્રમા કરવા વાળા ધાવડીકુંડ થી ચાળીને આ પોરાણિક અને દર્શનીય સ્થાનો નું ભ્રમણ કરતા કરતા તરાનીયા, રામપુરા, બખતગઢ થઈને ચોવીસ અવતાર જાય છે.પુરાતત્વ, પર્યાવરણ, વનભ્રમણ, ની દ્રષ્ટિ થી કાવડિયા પહાડ, કનેરી માતા, સીતાખોહ અને ધાવડી જોવા માટે યોગ્ય સ્થાન છે.

સીતા વાટિકા : નર્મદાજી નું આ સૌથી મોટું જળપ્રપાત છે. જળપ્રપાત થી ઉત્તર માં લગભગ ૧૦ કિમી પર સીતા વાટિકા, જેને સીતા વન પણ કહે છે. એમાં સીતા મંદિર પણ સ્થિત છે. કહેવાય છે કે અહિયાં મહર્ષિ વાલ્મીકિ નો આશ્રમ હતો અને સીતાજી એ અહિયાં નિવાસ કર્યો હતો.

અહિયાં પર ૬૪ યોગીનીઓ અને ૫૩ ભૈરવો ની મોટી મૂર્તિઓ પણ છે. સાથે જ સીતાકુંડ, રામકુંડ અને લક્ષ્મણકુંડ છે. સીતાવાટિકા થી ૬ કિમી દુર સીતા શોધ પણ છે. કનેરી માતા : સીતાકુંડ માં હંમેશા પાણી ઉપલબ્ધ રહે છે.

સીતા વાટિકા થી ૧૬ કિમી પૂર્વ માં કનેરી માતા નું મંદિર છે. કનેરી નદી પહાડોમાં વહે છે જેમાં વિવિધ રંગો ની કનેર ની ઝાડીઓ છે. આ સ્થાન સંપૂર્ણપણે ગાઢ જંગલ છે અને ત્યાં હિંસક પશુઓ નો વાસ પણ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer