ટીવીની લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’ માં રોજ કોઈ નવો મોડ આવે છે. અનુપમા તેની નવી જિંદગી જીવવા તૈયાર છે. અનુપમાના જીવનમાં ઘણો બદલાવ આવી રહ્યો છે. તાજેતરના એપિસોડમાં, એવું જોવા મળ્યું હતું કે અનુપમાને બા-બાપુજી તેમ જ આખા પરિવારનો પ્રેમ મળી રહ્યો છે. આને કારણે, કાવ્યા ખૂબ ગુસ્સે થાય છે..
અનુપમા બની નોકરાણી :- શાહ હાઉસ પરત ફર્યા પછી, અનુપમા ઘરનું બધું કામ કરવામાં વ્યસ્ત હતી કે હવે કાવ્યાએ તેને એક નવો ઓર્ડર આપ્યો છે. કાવ્યાએ અનુપમાને ઘરની નોકરાણી બનાવી દીધી છે. કાવ્યા અનુપમાને ઘરના કામકાજમાં જોડીને તેની ખુશી Mrs.રાખી દવેને વ્યક્ત કરી. કાવ્યા રાખીને કહે છે કે તેણીને ખુશ છે કે અનુપમા ઘરકામ અને રસોડાનુ કામકાજ નોકરાણીની જેમ કરે છે.
વનરાજ કાવ્યા પર થશે ગુસ્સે :- વનરાજ કાવ્યાનું અનુપમા પ્રત્યે વલણ જોઇને ગુસ્સે થઈ જાય છે. વનરાજને ગમતું નથી કે કાવ્ય અનુપમાને ઘરના કામો કરવા કહી રહી છે. કાવ્યા અનુપમાને તેના માટે કોફી બનાવવા માટે કહે છે તેથી વનરાજ કાવ્યા પર ગુસ્સે થાય છે. વનરાજ કાવ્યાને પોતાનું કામ કરવા કહે છે. હવે વનરાજ ફરી એક વખત અનુપમાને ટેકો આપશે કે નહીં, તે આવનારા એપિસોડ જોયા પછી જ ખબર પડશે.
અનુપમા પોતાનો રુમ પસંદ કરશે :- આ બધાની વચ્ચે, તમને શોમાં જોવા મળશે કે અનુપમા ઘરના સ્ટોર રૂમમાં પોતાનું સ્થાન બનાવશે. તે સ્ટોર રૂમમાં રહેવાનું નક્કી કરશે. પરિવારના બાકીના લોકો તેને આશ્ચર્યમાં જોશે, પરંતુ અનુપમા કહેશે કે તે તેના ઓરડાને ઘરનો સૌથી સુંદર ખૂણો બનાવશે.
આ કામમાં પરિવારના બધા સભ્યો અનુપમાને મદદ કરશે. બીજી તરફ, કાવ્યા વનરાજા તેના ઓરડામાં સજાવટ કરવામાં વ્યસ્ત રહેશે, પરંતુ તેને રૂમમાંથી અનુપમાનું કંઇક ને કંઈક જ મળતું રહેશે. જેના પર વનરાજ તેમને કહેશે કે અનુપમા વર્ષોથી આ રૂમમાં છે. વસ્તુઓ એટલી જલ્દી બદલાશે નહીં.