પશુપતિનાથ મંદિર ના વિષય માં એવી માન્યતા છે કે અહિયાં સાક્ષાત શિવ વિરાજમાન છે. શાસ્ત્રીય માન્યતાઓ ની અનુસાર પશુપતિનાથ મંદિર ને શિવ ની ૧૨ જ્યોર્તિલિંગ માં થી એક માનવામાં આવે છે.પશુપતિનાથ ને કેદારનાથ મંદિર નો અડધો ભાગ માનવામાં આવે છે. પશુપતિનાથ મંદિર નેપાળ ની રાજધાની કાઠમાંડુ થી ૩ કિલોમીટર ઉત્તર પશ્ચિમ દેવપાટણ ગામ માં બાગમતી નદી ના કિનારા પર સ્થિત છે. પશુપતિનાથ નો અડધો ભાગ કેદારનાથ જ્યોતિલિંગ માં કેવી રીતે થાય છે, આવો જાણીએ એનું મહત્વ.
કેદારનાથ મંદિર નો અડધો ભાગ
પૌરાણિક કથા ની અનુસાર જયારે મહાભારત ના યુદ્ધ માં પાંડવો દ્વારા એમના જ સંબંધીઓ નું લોહી વહાવ્યું ત્યારે ભગવાન શિવ એનાથી ખુબ ગુસ્સે થઇ ગયા હતા. શ્રીકૃષ્ણ ના કહેવા પર તે ભગવાન શિવ પાસે થી માફી માંગવા માટે નીકળી ગયા. ગુપ્ત કાશી માં પાંડવો ને જોઇને ભગવાન શિવ ત્યાં થી ગાયબ થઈને એક અન્ય સ્થાન પર જતા રહ્યા. આજે આ સ્થાન ને કેદારનાથ ના નામ થી ઓળખવામાં આવે છે. શિવ નો પીછો કરતા પાંડવ કેદારનાથ પણ પહોંચી ગયા. પરંતુ ભગવાન શિવ એને આવવાની પહેલા જ ભેંસ નું રૂપ લઈને ત્યાં ભેંસો ના ઝુંડ માં ઉભા રહી ગયા. પાંડવો એ મહાદેવ ને ઓળખી તો લીધા પરંતુ ભગવાન શિવ ભેંસ ના જ રૂપ માં ભૂમિ માં સમાવવા લાગ્યા. તેથી ભગવાન શિવ ને ત્યાં જ રહેવું પડ્યું હતું અને એનું શરીર બીજી જગ્યા પર હતું.
આના પર ભીમ એ એમની તાકાત ના બળ પર ભેંસ રૂપી મહાદેવ ને ડોક થી પકડીને ધરતી માં સમાવવા થી રોકી દીધા. ભગવાન શિવ ને એમના રીઅલ સ્વરૂપ માં આવવું પડ્યું અને પછી એમણે પાંડવો ને માફીદાન આપી દીધું.
પરંતુ ભગવાન શિવ નું મોઢું તો બહાર હતું પરંતુ એનું શરીર કેદારનાથ પહોંચી ગયું હતું. જ્યાં એનું શરીર પહોંચ્યું તે સ્થાન કેદારનાથ અને એના મોઢા વાળું સ્થાન પશુપતિનાથ ના નામ થી પ્રસિદ્ધ થયું. ત્યાર પછી થી કહેવામાં આવે છે કેદારનાથ ની જ્યોર્તિલિંગ નો એક ભાગ પશુપતિનાથ નો પણ છે.