કચ્છ સહિત આખા રાજ્યમાં વાજબી ભાવની દુકાને થી થતું કેરોસીનનું વિતરણ સદંતર બંધ કરવાની તૈયારી ચાલી રહી છે.
જાહેર વિતરણ હેઠળ જરૂરિયાત વસ્તુઓ પૈકી કેરોસીન ના ભાવ તાજેતરમાં વધારવામાં આવ્યા, ત્યારબાદ વિતરણ હેઠળ નો જથ્થો પણ ઓછો કરી દેવામાં આવ્યો છે.
હવે કેરોસીન વિતરણ કાયમ માટે બંધ કરવાની તૈયારી ચાલી રહી છે જેના કારણે આર્થિક રીતે નબળા વર્ગને મોટો ફટકો પડશે મોંઘવારીના માર વચ્ચે શેકાઇ રહેલા ગરીબ વર્ગ માટે ગેસનો બાટલો ખૂબ દૂરની વાત છે ત્યારે કેરોસીનનું વિતરણ જો સદંતર બંધ કરી દેવાશે તો આર્થિક રીતે નબળા ગરીબ પરિવારોની મુશ્કેલીમાં વધારો થશે.
વ્યાજબી ભાવની દુકાનમાં રાહત દરે વેચાતા કેરોસીનના એક કિલો લિટર ના ભાવ હવે આસમાને પહોંચી ગયા છે. એટલું જ નહીં પરંતુ વિતરણ હેઠળનો કેરોસીનનો જથ્થો પણ ઓછો કરી દેવામાં આવ્યો છે એવી સ્થિતિમાં સૌપ્રથમ વખત જાહેર વિતરણ હેઠળ કેરોસીનને કાયમ માટે કાઢી નાખવાની ગતિવિધિ ઓ ચાલી રહી છે. દેશના ધનાઢ્ય લોકો વધુ ધનવાન થતા જાય છે જ્યારે ગરીબ લોકો મોંઘવારીના માર વચ્ચે પીસતા રહે છે.
કચ્છમાં હાલના સમયમાં પણ અનેક લોકોના ઘરમાં ચુલા કેરોસીન દ્વારા જ સળગે છે. આ જિલ્લામાં ખાસ કરીને મજૂરીકામ અને સૂકી ખેતી કરતા પરિવારનું ગુજરાન ચલાવતા લોકો હાલના સમયમાં જે રીતે ગેસના બોટલ ના ભાવ વધી રહ્યા છે તે આર્થિક રીતે નબળા વર્ગને પોષાય તેમ નથી માટે વાજબી ભાવની દુકાને થી કેરોસીનનું વિતરણ બંધ કરી દેવાથી જરૂરીયાત મંદ ગરીબ વર્ગને મોટો ફટકો પડશે.
આસમાનને આંબતા કેરોસીન ના ભાવ – સરકાર દ્વારા ‘ ઉજાલા યોજના ‘ હેઠળ બીપીએલલ એટલે કે ગરીબી રેખા હેઠળના લાભાર્થીઓને રૂ.100માં ગેસ કનેક્શન સાથે બાટલો, ચૂલા સહિતની કિટ આપવામાં રહી છે, જોકે, એક વાત નું આશ્ચર્ય છે કે, ગેસ સિલિન્ડરના ભાવ હાલના સમયે રૂપિયા હજાર પર પહોંચી ગયા છે, જેથી એક વખત સરકારે વિનામૂલ્યે સિલિન્ડર આપ્યા બાદ હાલે જે રીતે ભાવ વધારો કરાયો છે, તે આર્થિક રીતે નબળા વર્ગ ને પોષાય તેમ નથી.
સિલિન્ડરના ભાવ રૂ.9.25 પર પહોંચી ગયા છે, તેમાં વળી ઘરે ડિલિવરી આપવા આવતા ફેરિયાઓ કમિશન પેટે રૂ.10 લઇ લેતા હોય છે, જેથી સરવાળે જોતા એક સિલિન્ડર પાછળ રૂપિયા હજારના ખર્ચ નો ફટકો પડે છે.
ગયા વર્ષની સરખામણીમાં કેરોસિનના ભાવમાં રૂ.20નો વધારો – સરકાર કેરોસીન એ કાયમ માટે હટાવવાની તૈયારીમાં છે. ક્યારે ગયા વર્ષની સરખામણીએ વાજબી ભાવની દુકાને થી રાહતદરે વિતરિત કરતા કેરોસીનના એક લિટરના ભાવની વાત કરીએ તો 2021માં એક લિટરના ભાવ રૂ.36 હતો. જેમાં ચાલુ વર્ષે એટલે કે 2022માં રૂ.20નો વધારો કરાયો છે. ઉપરાંત 1 ફેબ્રુઆરીના નવા જાહેર થયેલા ભાવ પ્રમાણે એક લિટરના રૂ.56 થઇ ગયા છે. આ પહેલા જિલ્લામાં 10થી 12 ડીલર હતા અને દરેક ડીલર પાસે મહિનામાં 8થી 10 ટેન્કર કેરોસિન પહોંચતું હતું. પણ હાલમાં માત્ર 2થી 3 જ ડીલર છે, જેમને મહિને દોઢથી બે જ ટેન્કર કેરોસિન આપવામાં આવે છે.
ડિસેમ્બરથી ઉજાલા યોજનાનો સંકેલી લેવાઈ – ગેસ એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉજાલા યોજના હેઠળ રૂ.100માં ગેસ કનેક્શન આપવાની પ્રક્રિયા ડિસેમ્બર-2021થી સદંતર બંધ કરી દેવામા આવી છે. આ માટે સરકારે શરૂઆતમાં 8 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જે પૂરી થઇ જતાં વધારાના એક કરોડ ફાળવવામાં આવ્યા હતા.
એ રકમ પણ પૂર્ણ થઇ જતાં ડિસેમ્બર મહિનાથી ઉજાલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. હવે સરકાર સર્વે કરાવશે. ત્યારબાદ જો કોઇ ગેસ કનેકશનથી બાકાત હશે, તો એ માટે વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે, અને ફરીથી રૂ.100માં ગેસ કનેક્શન આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
કેરોસિનના જથ્થામાં ઘટાડો કરાયો- ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી કલ્પેશ કોરડિયાનો સંપર્ક કરતા તેમણે વાજબી ભાવની દુકાનેથી વિતરીત થતા કેરોસીનનો જથ્થો ઓછો કરી દેવાયો છે, તે વાતને ટેકો આપ્યો હતો. પરંતુ તે વિતરણ પણ કાયમને માટે બંધ કરવા બાબતે એમણે જણાવ્યું હતું કે, એ બાબતે કંઈ જાન માં નથી.
એના માટે કોઇ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. જો કે, હજુ સુધી જેમની પાસે ગેસ કનેક્શન નથી, તેવા લોકોને માનવીય અભિગમ દાખવતા કેરોસિનનો પૂરતો પાડવા બાબતે મામલતદારોને સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.
પહેલા પણ 2થી 8 લિટર અપાતું હતું કેરોસીન – સૂત્રોના કહેવા પ્રમાણે અગાઉ સરકાર દ્વારા બીપીએલ રાશનકાર્ડના લાભાર્થીઓ પૈકી વ્યક્તિદીઠ બે લીટર મુજબ ઓછામાં ઓછું 2 અને વધુમાં વધુ 8 લીટર કેરોસીન આપવામાં આવતું હતું. જો કે, ઉજાલા યોજનાના અમલીકરણ પછી સરકારે જાહેર વિતરણ હેઠળ આપતો કેરોસિનના જથ્થામાં ઘટાડો કરી દીધો છે, જેના કારણે આર્થિક રીતે નબળા પરિવારોની મુશ્કેલીમાં વધારો થયો છે.