પતિની લાંબી ઉંમર માટે કરો કેવડા ત્રીજનું વ્રત, જાણો મહિમા

શિવપુરાણ અનુસાર માતા પાર્વતીજીએ ભગવાન શિવજીને પામવા માટે આ ખાસ વ્રત કર્યુ હતુ. અખંડ સૌભાગ્યની કામના માટે ગુજરાતમાં સ્ત્રીઓ ભાદરવા મહિનાની શુક્લપક્ષની ત્રીજે કેવડા ત્રીજનું વ્રત કરે છે. આજના દિવસે મહિલાઓ અને કુંવારી કન્યાઓ સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. આ દિવસ શંકર ભગવાન અને માતા પાર્વતીની પુજાનું વિશેષ મહત્વ હોય છે.

સારા વરની પ્રાપ્તિ માટે અપરણિત કન્યાઓ પણ આ વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે શિવજીને પતિ સ્વરૂપ મેળવવા પાર્વતીજીએ આ વ્રત કર્યુ હોવાનું માનવામાં આવે છે.

આ દિવસે સ્ત્રીઓ નવા કપડા પહેરી, મહેંદી લગાવી શૃંગાર કરે છે.અને સારા મુહુર્તમાં શિવજી અને પાર્વતીજીની પુજા કરે છે.આ દિવસે ફક્ત એક જ દિવસ શિવજીને કેવડો ચડાવવામાં આવે છે. માતા પાર્વતીને આ દિવસે સૌભાગ્યવતીનો બધો જ સામાન ચડાવવામાં આવે છે. સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમરની કામના સાથે આ વ્રત કરે છે.

કેવડા ત્રીજનું પૂજન આ રીતે કરો
આ પૂજામાં માતાજીની પ્રતિમા બનાવવા માટે કાળી માટીની ખાસ જરૂર પડે છે. આ ઉપરાંત કેવડો, તુલસી, મંજરી, જનોઇ, વસ્ત્ર અને વિવિધ પ્રકારના ફળ-પાન ચડાવવામાં આવે છે. આ ઉપરાંત શ્રીફળ, અબીલ ચંદન, કપૂર, કંકુ તથા પંચામૃત પૂજા માટે જરૂરી છે. આ પ્રસંગે માતાજીને મહેંદીનો કોન, વિછીંયા, કાજલ, બિંદી, કંકુ, સિંદુર, કાંસકો વગેરે સૌભાગ્યવતીની સામગ્રી ચડાવવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer