જાણો મધ્યપ્રદેશના ખજરાના ગણેશ મંદિરની અનોખી પરંપરા

આપણા ભારતમાં ગણેશજીના અનેક મંદિરો આવેલા છે. જેમનો અલગ અલગ મહિમા રહેલો છે. આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર અમે તમને ખાસ એક વિશિષ્ઠ મંદિરના દર્શન કરાવીશું જ્યાં ગણેશજી પોતાના ભક્તોનાં તમામ દુખો દૂર કરે છે અને જે પણ ભક્ત આ મંદિરે દર્શન કરવા આવે છે વિધ્નહર્તા તેમના દરેક કષ્ટ દૂર કરી તમામ મનોકામના પૂર્ણ કરે છે.

મધ્યપ્રદેશમાં પ્રકૃત્તિની ગોદમાં આવેલ આ ખુબજ રમ્ય મંદિર એટલે ખજરાના ગણેશ મંદિર. આ મંદિર ખુબજ રોચક ઇતિહાસ ધરાવે છે. ઈન્દોરમાં સ્થિત આ મંદિર સાથે એક એવી માન્યતા જોડાયેલી છે કે અહીં જે પણ ભક્તો પોતાની મનની ઇચ્છા લઈને આવે છે બાપ્પા જરૂરથી તેની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. માનતા પૂરી થતા જ ભક્તો અહીં ગણેશજીની પીઠ પર ઉલ્ટા સ્વસ્તિકનું નિશાન બનાવે છે. ગણેશ ઉત્સવ પર તો આ મંદિરની રોનક વધારે વધી જતી હોય છે.

શા માટે લગાવવામાં આવે છે ઉલ્ટું તિલક : શાસ્ત્રો અનુસાર બાપ્પાની પીઠના દર્શન કરવાને અશુભ માનવામાં આવે છે. જ્યોરે ભક્તોની માનતા પૂરી થાય છે અને કાર્ય પૂર્ણ થાય છે. ભક્તો આંખો બંધ કરીને બાપ્પાની પીઠ પર ઉલ્ટા સ્વસ્તિષ્કનું નિશાન બનાવે છે. જેથી કરીને તેની માનતાને કોઈની ખરાબ નજર ન લાગે. બાપ્પા પોતાના ભક્તોની ખુશીઓને પીઠ પર લાદીને આગળ નીકળી જાય છે. આમ ભક્તો પર કોઈ ખરાબ અસર નથી થતી.

મહારાણીએ કરાવ્યું હતું મંદિર નિર્માણ : ખજરાના મંદિરનું નિર્માણ 1735માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યુ હતુ. એવી માન્યતા છે કે બાપ્પા મહારાણીનાં સપનામાં આવ્યા હતા. આમ તો અહીં રોજ ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે પણ બુધવારે ગણપતિજીને વિશેષ લાડૂઓનો પ્રસાદ ચડાવવામાં આવે છે. લોકો પોતાની શ્રદ્ધા અનુસાર અલગ અલગ પ્રકારનો લાડૂનો પ્રસાદ ધરાવે છે. બુધવારના દિવસે અંહી વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. દૂર દુરથી મોટી આશા સાથે ભકતો આ મંદિરે દર્શન કરવા આવે છે. આ મંદિર દેશના સૌથી ધનાઢ્ય મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે બાપ્પાને ભક્તો અહીં મનમુકીને દાન આપે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer