ઘરમાં ના રાખવી જોઈએ ભગવાનની આ મૂર્તિઓ, ધન પ્રાપ્તિના સ્ત્રોત થઇ જાય છે બંધ.

ભગવાનની કોઈ પણ મૂર્તિ ઘરમાં રાખી શકાય છે. પરંતુ કેટલીક  મૂર્તિઓ એવી હોય છે જેને ઘરમાં રાખવી અશુહ્ભ માનવામાં આવે છે. જો આ મૂર્તિઓ ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, તેનાથી ઘરના સદસ્યો પરેશાન રહે છે. તેની સાથે આ મૂર્તિ ઘરમાં રાખવાથી ધન પ્રાપ્તિના સ્ત્રોત પણ બંધ થઇ જાય છે. તેનાથી પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી પડે છે. આખરે એ કઈ મૂર્તિઓ છે જેને ઘરમાં ના રાખી શકાય ચાલો જાણીએ એ મૂર્તિઓ વિશે…

ભગવાન શિવની દરેક પ્રકારની મૂર્તિઓ ઘરમાં રાખી શકાય છે પરંતુ તેમની નટરાજ સ્વરૂપની મૂર્તિને ઘરમાં રાખવી યોગ્ય ના કહેવાય. તે ભગવાન શિવના રોદ્ર રૂપનું પ્રતિક છે, તેથી એવું માનવામાં આવે છે કે જો આ મૂર્તિ ઘરમાં રાખવામાં આવે તો ઘરના સભ્યો વચ્ચે ઝગડા થયા કરે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દેવી કાળીની પ્રતિમા ઘરમાં લાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, તેથી દેવી કાળીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં નથી આવતું.

તેણી સાથે સાથે ઘરમાં કોઈ પણ દેવી દેવતાની તૂટેલી અથવા ખંડિત થયેલી મૂર્તિ હોય કે જૂની થઇ ગયેલી મૂર્તિ હોય કે તસ્વીર ઘરમાં ના રાખવું જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. અને તેનાથી ધનના સ્ત્રોત ઓછા થવા લાગે છે તેનાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer