ઘર અને મંદિરમાં ભગવાનની મૂર્તિઓ રાખવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. એવી માન્યતા છે કે ભગવાનની મૂર્તિની પૂજા કરવાથી અને દર્શન કરવાથી હકારાત્મકતા વધે છે. ઘરનું વાતાવરણ સારું બને છે. ભગવાનની મૂર્તિઓને લઈને ધ્યાનમાં રાખવાની એક બાબત એ પણ છે કે ઘરમાં તૂટેલી મૂર્તિઓ રાખવી ન જોઈએ. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા મુજબ ઘરમાં મોટી અને ખંડિત મૂર્તિઓ રાખવી ન જોઈએ. મૂર્તિ સાથે જોડાયેલી વાતોને ધ્યાનમાં રાખો
1. પૂરું પુણ્ય મળતું નથી : ખંડિત મૂર્તિઓ સાથે જોડાયેલી માન્યતા છે કે જો આવી મૂર્તિઓ પૂજામાં હોય તો તેનું પૂરું ફળ મળતું નથી. મનને શાંતિ પણ મળતી નથી. તૂટેલી મૂર્તિની પૂજા કરતી વેળાએ આપણી નજર મૂર્તિના તૂટેલા ભાગ ઉપર જાય તો આપણું મન ભટકી જાય છે અને પૂજામાં એકાગ્રતા જળવાતી નથી. એકાગ્રતાના અભાવે વિચારો શુદ્ધ રહેતા નથી. મન અશાંત રહે છે. તેથી હંમેશા પૂજા કરતા પહેલા એ વાત નું ધ્યાન રાખવું કે પૂજામાં મુકેલી મૂર્તિ ખંડિત ના હોય.
2. વાસ્તુ દોષ વધે છે : વાસ્તુ મુજબ ઘરમાં તૂટેલી વસ્તુઓ કે મૂર્તિઓ રાખવાથી વાસ્તુ દોષ વધે છે.
આવા દોષના કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે. ભગવાનની મૂર્તિમાં ધ્યાન લગાવવાથી તણાવ
દૂર થાય છે. પરંતુ મૂર્તિઓ ખંડિત હોય તો તેમાં અવરોધ આવે છે. જો કોઈ મૂર્તિ ખંડિત
હોય તો તેને તરત હટાવી દેવી જોઈએ. ક્યારેય પણ ઘરમાં ખંડિત મૂર્તિ ના રાખવી જોઈએ. જો
મીરતી કે ભગવાનની છબી ખંડિત થઇ જાય તો તેને વરસાદ ના પાણી માં અથવા કોઈ નદીમાં વિસાર્જન
કરી દેવું જોઈએ.
3. ખંડિત શિવલિંગ પૂજનીય છે : મૂર્તિના સંબંધમાં શિવપુરાણ મુજબ શિવલિંગને નિરાકાર માનવમાં આવે છે. શિવલિંગ ખંડિત હોવા છતા પૂજનીય છે. તે શિવલિંગની પૂજા પણ કરી શકાય છે. શિવલિંગ સિવાય કોઈ દેવી દેવતાની ખંડિત મૂર્તિ પૂજનીય નથી. તેથી એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે ખંડિત શિવલિંગ ની પૂજા થઇ શકે છે પરંતુ ખંડિત મૂર્તિ ની નહિ.